શું છે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે રજૂ થનાર આર્થિક સર્વેક્ષણ?
નાણામંત્રી તરફથી રજૂ થનાર ઈકોનૉમિક સર્વે પર સૌની નજર ટકેલી છે. જાણો આર્થિક સર્વેક્ષણ શું છે અને તેનુ મહત્વ શું છે.
નવી દિલ્લીઃ મોદી સરકારના બીજા કાર્યકાળનુ ત્રીજુ બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે. કેન્દ્ર સરકાર તરફથી બજેટ 2021-22 એક ફેબ્રુઆરીએ રજુ કરવાનુ છે. આ પહેલા આજે એટલે કે શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2021 એટલે કે ઈકોનૉમિક સર્વે રજૂ કરશે. શુક્રાવારે સંસદના બજેટનુ સત્ર શરૂ થવાનુ છે. હવે નાણામંત્રી તરફથી રજૂ થનાર આ ઈકોનૉમિક સર્વે પર સૌની નજર ટકેલી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ત્રીજી વાર સામાન્ય બજેટ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 5 જુલાઈ 2019ના રોજ પહેલી વાર સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ.

શું છે આર્થિક સર્વેક્ષણ
સવાલ એ થાય છે કે છેવટે આર્થિક સર્વેક્ષણ શું છે અને તેનુ મહત્વ શું છે. વાસ્તવમાં સરકાર જે બજેટ રજૂ કરે છે તે આગામી નાણાકીય વર્ષમાં સરકાર શેમાં કેટલો ખર્ચ કરશે તેના લેખાજોખા હોય છે. પરંતુ સરકારે આ નાણાકીય વર્ષમાં કેટલો ખર્ચ ક્યાં કર્યો તેના લેખાજોખા ઈકોનૉમિક સર્વેમાં થાય છે. અથવા એમ કહો કે આર્થિક સર્વેક્ષણ અર્થવ્યવસ્થાનો વાર્ષિક અધિકૃત રિપોર્ટ હોય છે. પહેલી વાર દેશનુ આર્થિક સર્વેક્ષણ 1950-51માં રજૂ કરવામાં આવ્યુ હતુ. 1964થી નાણા મંત્રાલય બજેટના એક દિવસ પહેલા સર્વેક્ષણ જાહેર કરતુ આવી રહ્યુ છે.
રાષ્ટ્રપતિ કરશે બંને ગૃહને સંબોધિત
બજેટ સત્રની શરૂઆત આજથી થઈ રહી છે. સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. સામાન્ય રીતે દર વખતે બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે પરંતુ આ વખતે બજેટના બે દિવસ પહેલા નાણાકીય વર્ષ 2020-21નુ આર્થિક સર્વેક્ષણ આજે સંસદમાં રજૂ કરવામાં આવશે. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમના માર્ગદર્શનમાં તૈયાર આર્થિક સર્વેક્ષણ જાહેર કરવામાં આવે છે.
આર્થિક સર્વેક્ષણનુ મહત્વ
ઈકોનૉમિક સર્વે નાણા મંત્રાલયના સૌથી મહત્વના દસ્તાવેજમાંનુ એક હોય છે. આ સર્વેને કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકારની ગાઈડલાઈન્સમાં તૈયાર કરવામાં આવે છે. આ સર્વેમાં અર્થવ્યવસ્થાના બધા પાસાંઓનો ઉલ્લેખ હોય છે. જો ભારતીય અર્થવ્યવસ્થાની પૂરી તસવીર જોવી હોય તો આર્થિક સર્વેમાં તમને કંઈ મળી શકે છે. આર્થિક સર્વેક્ષણને ડિપાર્ટમેન્ટ ઑફ ઈકોનૉમિક અફેર્સ તૈયાર કરે છે. આ સર્વેમાં એ માહિતી આપવામાં આવે છે કે વર્તમાનમાં દેશમાં મની સપ્લાયનો ટ્રેન્ડ શું છે. આ ઉપરાંત આ દેશમાં કૃષિ, ઉદ્યોગ, માળખાકીય ઢાંચા સાથે સાથે આયાત-નિકાસના લેખાજોખા થાય છે. જે ગયા નાણાકીય વર્ષમાં દેશે આ સેક્ટરમાં કેટલો ગ્રોથ કર્યો તેને દર્શાવે છે. આ દસ્તાવેજ સરકારના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનો એક હોય છે.












Click it and Unblock the Notifications
