For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: બજેટથી આશાઓ, એવિએશન સેક્ટરની માંગ, ઓછો થાય ઈનડાયરેક્ટ ટેક્સ

કોરોનાની ત્રીજી માર સહન કરી રહેલ એવિએશન સેક્ટરને સરકારના બજેટથી ઘણી આશાઓ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ સરકાનુ સામાન્ય બજેટ રજૂ કરશે. નાણાકીય વર્ષ 2022-23 માટે સરકાર પોતાનુ બજેટ મંગળવારે સંસદમાં રજૂ કરશે. એ પહેલા 31 જાન્યુઆરીએ સરકાર ઈકોનૉમિક સર્વે રજૂ કરી રહી છે. બજેટ પહેલા દરેક સેક્ટર, દરેક સામાન્ય નાગરિકની નજરો બજેટ પર છે. સહુને આશા છે કે સરકાર આ બજેટમાં તેમને રાહત આપશે. કોરોનાની ત્રીજી માર સહન કરી રહેલ એવિએશન સેક્ટરને સરકારના બજેટથી ઘણી આશાઓ છે.

plane

કોરોના મહામારીના કારણે એવિએશન સેક્ટરની કમર તૂટી ચૂકી છે. વિમાન સેવાઓ અટકી જવા કે સીમિત સંખ્યામાં ચાલવાના કારણે આ સેક્ટરને ભારે નુકશાન થયુ છે. એવામાં આ સેક્ટરને બજેટમાંથી રાહતની આશા છે. દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ સરકાર પાસે માંગ કરી છે કે બજટમાં એવિએશન ફ્યૂલ પર લાગતી સેન્ટ્રલ એક્સાઈઝને 11 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે.

વળી, વિમાન પોર્ટ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીને ઘટાડવામાં આવે. વળી, સિવિલ એવિએશન ઈન્ડસ્ટ્રીની માંગ છે કે તે પોતાની મહેસૂલનો 21 ટકા હિસ્સો અપ્રત્યક્ષ ટેક્સ તરીકે ચૂકવે છે જેના કારણે તેમની પર ઘણુ દબાણ પડે છે. આ સેક્ટર પર રહેલ દબાણને ઘટાડવા માટે આ ઈનડાયરેક્ટ ટેક્સને ઘટાડવાની માંગ કરવામાં આવી રહી છે.

વળી, એવિએશન સેક્ટરની માંગ છે કે વિમાન ઈંધણ પર લાગતા કેન્દ્રીય ઉત્પાદ શુલ્કને 11 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે જેથી તે ખર્ચને ઘટાડી શકે. ભારતીય એરલાઈન કંપનીઓને નાણાકીય વર્ષ 2021-22માં 20 હજાર કરોડનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ. એવામાં આ સેક્ટરને રાહતની આશા છે.

English summary
Budget 2022: Aviation sector wants Indirect Tax Cut in Union Budget 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X