For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023: સ્ક્રેપ પૉલિસી હેઠળ 15 વર્ષ જૂના સરકારી વાહનો પર લાગશે પ્રતિબંધ

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વેહીકલ સ્ક્રેપ પૉલિસી હેઠળ 15 વર્ષ જૂના સરકારી વાહનો પર પ્રતિબંધની જાહેરાત કરી.

|
Google Oneindia Gujarati News

Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજૂ કર્યુ. બજેટ ભાષણમાં તેમણે જૂના વાહનો એટલે કે સ્ક્રેપ પૉલિસી વિશે મોટી જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે હવે 15 વર્ષ જૂના અથવા તેનાથી જૂના સરકારી વાહનો રસ્તા પર ચાલી શકશે નહિ. 15 કે તેથી વધુ વર્ષ જૂના વાહનોને કબાડીમાં નાખવામાં આવશે. અનફિટ હોવાના કારણે આવા વાહનો પ્રદૂષણ પણ ફેલાવે છે.

nirmala sitharaman

તમને જણાવી દઈએ કે વેહીકલ સ્ક્રેપ પૉલિસી પર ભાષણ દરમિયાન નાણામંત્રીની જીભ લપસી ગઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના બજેટ ભાષણમાં કહી રહ્યા હતા કે કેવી રીતે સરકાર જૂના પ્રદૂષણ ફેલાવતા વાહનોને સ્ક્રેપ કરીને બદલવાની નીતિ પર કામ કરી રહ્યા છે. આ સંદર્ભમાં, બજેટ ભાષણ વાંચતી વખતે, તેમની જીભ લપસી ગઈ અને તેમણે ઓલ્ડ પૉલ્યુટીંગના બદલે ઓલ્ડ પોલિટિકલ કહી દીધુ, જેનાથી ગૃહમાં બધા હસી પડ્યા.

નાણામંત્રીને ભૂલનો અહેસાસ થતાં જ તેમણે તરત જ તેને સુધારી અને ફરીથી વાંચ્યુ અને ગૃહમાં માફી માગી. તમને જણાવી દઈએ કે આ બજેટમાં નાણામંત્રીએ રેલવેને લઈને મોટી જાહેરાત કરી છે. રેલવે વિભાગને 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રેલ્વેનું આ વર્ષનું બજેટ 2013-14ની સરખામણીએ 9 ગણું વધારે છે. આટલી મોટી રકમથી રેલવે ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. સાથે જ મુસાફરોની સુવિધામાં પણ વધારો થશે.

નાણામંત્રીએ શિલ્પકારો અને કારીગરો માટે પણ મોટી જાહેરાત કરી છે. શિલ્પકારો અને કારીગરો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આનાથી કારીગરોના જીવનધોરણમાં ઘણો સુધારો થશે. તમને એ પણ જણાવી દઈએ કે નાણામંત્રી સીતારમણના કાર્યકાળ દરમિયાન પેપરલેસ બજેટની પણ શરૂઆત થઈ હતી. તેમણે 2021માં પહેલું પેપર લેસ બજેટ રજૂ કર્યુ છે. બજેટ 2023 એ ત્રીજુ પેપરલેસ બજેટ છે.

English summary
Budget 2023: Nirmala Sitharaman says over 15 yearsold govt vehicles to be scrapped.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X