For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Business News : RBI લાવશે પાંચ વર્ષીય બોન્ડ, 6 એપ્રિલથી શરૂ થશે વેચાણ

|
Google Oneindia Gujarati News

Business News : જો તમે એક રોકાણકાર છો અથવા રોકાણ કરવા માંગો છે, તો તમારા માટે સુવર્ણ તક આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંક 6 એપ્રિલના રોડ એક નવો પાંચ વર્ષીય સરકારી બોન્ડની હરાજી કરવા જઇ રહી છે.

જેનો મુખ્ય હેતુ ફંડ જમા કરવાનો છે. જો તમે એક સુરક્ષિત રોકાણની યોજના બનાવી રહ્યા છો, તો આ બોન્ડમાં રોકાણ કરવું એ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

RBI

5 વર્ષ માટે લાવવામાં આવી રહ્યા છે બોન્ડ

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા બોન્ડ 2028માં મેચ્યોર થવા જઈ રહ્યા છે, જેના દ્વારા આરબીઆઈ 8,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. વધુમાં 2033 અને 2052માં પાકતા બોન્ડ્સ પણ પછીની તારીખે ફ્લોટ કરવાના છે અને ત્રણેય બોન્ડની હરાજી કરીને RBI કુલ રૂપિયા 33,000 કરોડ એકત્ર કરવા માગે છે.

આ ઉપરાંત, ભારત સરકાર પાસે દરેક સુરક્ષા માટે રૂપિયા 2,000 કરોડ સુધીનું વધારાનું સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ પણ હશે.

શરૂ થઈ ગયું છે ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ

પાંચ વર્ષના સરકારી બોન્ડ ઉપરાંત, સરકારે તાજેતરમાં ઈલેક્ટોરલ બોન્ડના 26મા તબક્કાને જાહેર કરવાની મંજૂરી આપી છે. ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ 3જી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે અને રાજકીય પક્ષોને રોકડ દાનના વિકલ્પ તરીકે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે.

વેચાણના 26માં તબક્કામાં 3 થી 12 એપ્રિલ સુધી 29 અધિકૃત શાખાઓ ચૂંટણી બોન્ડ્સ જાહેર કરવા અને રોકડ કરવાની મંજૂરી આપી છે.

ઇલેક્ટોરલ બોન્ડનો છેલ્લો તબક્કો 19 થી 28 જાન્યુઆરી, 2023 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને બોન્ડ ઇશ્યુ થયાની તારીખથી 15 દિવસ માટે માન્ય રહેશે. જે બાદ જમા થતા બોન્ડ્સ પર કોઈપણ રાજકીય પક્ષને કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં.

અત્રે નોંધનીય બાબત છે કે, રાજકીય પક્ષોને ચૂંટણી દાન પારદર્શક બનાવવા માટે આ ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે. આ ચૂંટણી બોન્ડ રૂપિયા 1,000, 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના મૂલ્યના છે.

English summary
Business News : RBI to bring five-year bonds, sale will start from April 6
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X