આવી રીતે ખરીદો સોનું, વેચ્યા વગર કમાણી થશે

દેશમાં સામાન્ય રીતે એક કહેવામાં આવે છે કે ગોલ્ડ એક ડેડ ઈન્વેસ્ટમેન્ટ છે પરંતુ આ વાત સાચી નથી. જો યોગ્ય રીતે ગોલ્ડમાં રોકાણ કરવામાં આવે તો તેને વેચ્યા વગર પણ કમાણી શક્ય છે.

દેશમાં સામાન્ય રીતે એક કહેવામાં આવે છે કે ગોલ્ડ એક ડેડ ઈન્વેસ્ટમેન્ટ છે પરંતુ આ વાત સાચી નથી. જો યોગ્ય રીતે ગોલ્ડમાં રોકાણ કરવામાં આવે તો તેને વેચ્યા વગર પણ કમાણી શક્ય છે. તેની રીત સહેલી છે અને જો ખરીદી કર્યા બાદ પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવે તો તે સસ્તુ પણ પડે છે. મોદી સરકાર બન્યા બાદ આ સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેનો ફાયદો હજારો લોકો ઉઠાવી રહ્યા છે. આ સ્કીમનો સૌથી મોટો ફાયદો લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાંથી મળતી છૂટનો છે, જેનાથી તમારો ઈન્કમ ટેક્સ ઘટી શકે છે.

આ પણ વાંચો: પૈસામાંથી પૈસા બનાવી રહી છે દીપિકા પાદુકોણ, જાણો તેનુ રોકાણ

ગોલ્ડ ખરીદવામાં આ દસ્તાવેજ જરૂરી છે

ગોલ્ડ ખરીદવામાં આ દસ્તાવેજ જરૂરી છે

જો તમે કોઈ સ્કીમમાં ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો તો તમારી પાસે કેટલાક દસ્તાવેજ હોવા જરૂરી છે. કારણ કે તેના વિના આ સ્કીમાં ગોલ્ડની ખરીદી શક્ય નથી. આ દસ્તાવેજમાં મતદાતા કાર્ડ, આધારકાર્ડ, પેન કે ટેન અથવા પાસપોર્ટ જરૂરી છે. પાન કાર્ડ વગર તમે આ સ્કીમમાં સોનું ન ખરીદી શકો. સરકાર આ દસ્તાવેજ એટલા માટે માગે છે કે જેથી સોનાની ખરીદીમાં કાળા નાણાનો ઉપયોગ ન થઈ શકે.

સૉવરેન ગોલ્ડ બોન્ડ છે સ્કીમનું નામ

સૉવરેન ગોલ્ડ બોન્ડ છે સ્કીમનું નામ

મોદી સરકારે લોકોની ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડની વધતી માગ ઘટાડવા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમ અંતર્ગત લોકો ઈચ્છે તેટલું સોનું ખરીદી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ પસંદગીની બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઉપરાંત પોસ્ટ ઓફિસમાંથી મળી શકે છે. જો તમારી પાસે ડિમેટ અકાઉન્ટ છે તો તમે મુંબઈ સ્ટોક એક્સચેન્જ કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાંથી પણ બોન્ડ ખરીદી શકો છો.

કોણ ખરીદી શકે સોવરેન ગોલ્ડ બોન્ડ

કોણ ખરીદી શકે સોવરેન ગોલ્ડ બોન્ડ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં દેશમાં સામાન્ય લોકો જેમ કે હિન્દુ અવિભાજિત પરિવાર, ટ્રસ્ટ, યુનિવર્સિટી, ચેરિટેબલ સંસ્થાઓ રોકાણ કરી શેક છે. આ સ્કીમમાં રોકાણ બાદ સરકાર એક સર્ટિફિકેટ આપે છે. જો ગતે ગોલ્ડ ડિમેટ અકાઉન્ટથી ખરીદવામાં આવે તો ઈલેક્ટ્રોનિક સ્વરૂપે સર્ટિફિકેટ આપવામાં આવે છે.

કેટલા સમય માટે ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ

કેટલા સમય માટે ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં 8 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. પરંતુ જો સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદનાર લોકોને 5 વર્ષે જરૂર પડે તો તેને વેચી શકે છે. આ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ એક નિશ્ચિત તારીખે કરવું પડે છે. આ તારીખોની જાહેરાત સરકાર સમયાંતરે કરે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાંમા રોકાણની 3 વખત તક મળશે.

કેટલા સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય

કેટલા સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય

સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું 1 ગ્રામ સુધી રોકાણ કરવું જરૂરી છે. પરંતુ વધુમાં વધુ રોકાણ કરવાની તક સામાન્ય લોકો માટે 4 કિલોગ્રામ છે. આ સોવરેન ગોલ્ડ બોન્ડ 1 ગ્રામ બરાબર હોય છે. જો સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટ્રસ્ટ અને અન્ય સંસ્થાન રોકાણ કરે છે તો તેમાં વધુમાં વધુ 20 કિલોગ્રામના બોન્ડ ખરીદી શકે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો ખર્ચ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો ખર્ચ

સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા 999 શુદ્ધતા વાળા સોનાની કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. પરંતુ જો કોઈ રોકાણકાર તેને ઓનલાઈન ખરીદે તો નક્કી કિંમતમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળે છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઈનના બદલે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક કે નેટબેન્કિગથી પણ ચૂકવણી કરી શકે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડમાં મળે છે વ્યાજ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં મળે છે વ્યાજ

જે લોકો સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદે છે તેમને સરકાર તરફતી દર વર્ષે 2.5 ટકા વ્યાજ મળે છે. બજારમાં સોનાની કિંમત વધે કે ઘટે તમને રોકાણ કર્યા બાદ 2.5 ટકા વ્યાજ મળતું રહે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ પર ટેક્સના નિયમ

સોવરેન ગોલ્ડ બોન્ડ પર ટેક્સના નિયમ

સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર વર્ષે મળતા વ્યાજ પર તમારી આવક પ્રમાણે ઈન્કમ ટેક્સ લાગે છે. પરંતુ જ્યારે તમે આ બોન્ડ વેચશો તો તેનાથી થતા નફામાં ટેક્સમાં છૂટ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X