પૈસામાંથી પૈસા બનાવી રહી છે દીપિકા પાદુકોણ, જાણો તેનુ રોકાણ
ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે કમાણીની નવી રીત શોધી લીધી છે. આ રીત છે રોકાણ કરવાની. તેનો સૌથી નવો રોકાણ આઈડિયા છે બેલાટ્રિક્સ એરોસ્પેસ કંપની.
ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે કમાણીની નવી રીત શોધી લીધી છે. આ રીત છે રોકાણ કરવાની. તેનો સૌથી નવો રોકાણ આઈડિયા છે બેલાટ્રિક્સ એરોસ્પેસ કંપની. આ કંપની સ્પેસ રિસર્ચનું સ્ટાર્ટઅપ છે. દીપિકા આ પહેલા પણ ઘણા બધા રોકાણ કરી ચૂકી છે. હજુ થોડા સમય પહેલા જ તેણે પોતાની એક રોકાણ કંપની પણ બનાવી છે. તેની આ કંપનીજ તેના હવે બધા રોકાણ જોઈ રહી છે. આ કંપનીના માધ્યમથી દીપિકાએ ઘણા બધા રોકાણ કર્યા છે. બેલાટ્રિક્સ એરોસ્પેસમાં તેનુ આ સૌથી નવુ રોકાણ છે.

બેલાટ્રિક્સ એરોસ્પેસે કોની પાસેથી લીધા પૈસા
બેલાટ્રિક્સ એરોસ્પેસના સહ સંસ્થાપક યશસ કર્ણમે જણાવ્યુ છે કે તેમના સ્ટાર્ટઅપે હાલમાં જ 30 લાખ ડૉલરની રકમ મેળવી છે. આ 30 લાખ ડૉલર ઘણા લોકોએ મળીને કંપનીમાં લગાવ્યા છે. આમાં હીરો મોટરકાર્પના સુમન કાંત મુંજાલ ઉપરાંત દીપિકા પાદુકોણ પણ શામેલ છે. આ ઉપરાંત અન્ય રોકાણકારો પણ પૈસા લગાવનારમાં શામેલ છે.

શું કરી રહી છે કંપની
બેલાટ્રિક્સ એરોસ્પેસ હાલમાં અંતરિક્ષમાં મોટો પેલોડ સસ્તામાં મોકલવાની તૈયારીમાં લાગી છે. કંપની રિવયતી સિસ્ટમની જગ્યાએ માઈક્રોવેબ પ્લાઝ્મા થ્રસ્ટ (એમપીટી) ટેકનિક પર કામ કરી રહી છે. આ સામાન્ય કેમિકલ પ્રાપલ્સન સિસ્ટમથી વધુ સક્ષમ છે.

જાણો બીજે ક્યાં રોકાણ કરી રહી છે દીપિકા
દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા સમયથી રોકાણની સંભાવનાઓ પર કામ કરી રહી છે. તેણે પોતાના રોકાણ માટે એક કંપની એ કે એન્ટરપ્રાઈઝ બનાવી છે. આ કંપની 18 મહિનામાં ઑનલાઈન ફર્નિચર રેંટલ પ્લેટફોર્મ ફર્લેન્કો અને બ્યુટી પ્રોડક્ટ્સ વેચનાર ઑનલાઈન પ્લેટફોર્મ પર્પલ જેવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરી ચૂકી છે. આ ઉપરાંત યોગર્ટ બનાવતી ફ્રેન્ચ ફૂડ પ્રોડક્ટ દિગ્ગજ ડેનોનના માલિકી હકવાળી એપિગામિયામાં પણ તેણે રોકાણ કર્યુ છે. આ ઉપરાંત હજુ ઘણા રોકાણ તેણે જણાવ્યા નથી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
