કેન્સલ્ડ ચેક : ભારતમાં તે ક્યારે અને ક્યાં ઉપયોગમાં લઇ શકાય?
કેન્સલ કરવામાં આવેલા ચેકમાં તેની ચોક્કસ પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. આવા કેન્સલ કરવામાં આવેલા ચેક અનેક નાણાકીય સાધનો જેમ કે લોન વગેરેમાં ઉપયોગમાં આવે છે. કેન્સલ ચેક બીજું કશું નથી પણ ચેક પર કેન્સલ્ડ લખાણ છે. આ ચેક પર ક્રોસ કરીને લખવામાં આવે છે.
ચેક પર કેન્સલ લખી દેવાથી ચેકનો દુરુપયોગ થવાની શક્યતા ઘટી જાય છે. નાણાકીય સંસ્થાઓને RTGS હેતુ માટે કેન્સલ્ડ ચેકની જરૂર પડતી હોય છે. જેમાં ચેકમાં બેંક એકાઉન્ટ સહિતની જરૂરી માહિતી આપેલી હોય છે. ચેકમાં એકાઉન્ટ નંબર, નામ, માઇકર કોડ, આઇએફએસસી કોડ વગેરે હોય છે. આમ થવાથી બેંક કે અન્ય જગ્યાએથી બેંકમાં ડાયરેક્ટ ક્રેડિટ કરી શકાય છે.

આપને માટે કેન્સલ ચેક નકામો હોય છે, આમ છતાં તે આ રીતે ઉપયોગી બની શકે છે...
1. નો યોર કસ્ટમર (કેવાયસી)
2. ઇલેક્ટ્રોનિક ક્લીયરન્સ સર્વિસ (ઇસીએસ)
3. ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ (ઇએમઆઇ)
4. ઇન્શ્યોરન્સ પોલિસી
5. ખાતુ ખોલાવવા
6. ઇપીએફ વિડ્રોઅલ
જો કે આપ જ્યારે પણ કેન્સલ ચેકનો ઉપયોગ કરો ત્યારે તેનો દુરુપયોગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આમ કરીને તેઓ આપને એકાઉન્ટ વિશેની વિવિધ વિગતો મેળવી શકે છે.












Click it and Unblock the Notifications
