For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરીથી કંટાળી ગયા છો? બિઝનેસ શરૂ કરવો છે? આ રહ્યો આઇડિયા...

કાર ધોવાનો બિઝનેસ છે. આ તમને સડકછાપ ધંધા જેવું લાગી રહ્યું હશે, પરંતુ એવું નથી. આ એક સારો પ્રોફેશનલ બિઝનેસ સાબિત થઈ શકે છે. સારી બાબત એ છે કે, જો તમારું કાર્ય સારું રહ્યું, તો પછી તમે કાર મિકેનિકને ભાડેથી તમારા વ્યવસાયમા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જુલાઈ - જો નોકરી લાખો રૂપિયાની હોય તો પણ તે નોકરી જ રહે છે. તેની સામે વ્યવસાય નાનો હોય તો પણ તે તમને માલિક બનાવે છે. પોતાના વ્યવસાયમાં કોઇના હુકમ સાંભળવાની જરૂર રહેતી નથી. તમારું કામ કરો અને તમારા પોતાના નિર્ણયો લો. તમે જેટલો પરિશ્રમ કરો તેટલો નફો તમને મળશે. જ્યારે નોકરીમાં આવું હોતું નથી. જો તમે તમારી નોકરીથી કંટાળી ગયા હોય અને નવો બિઝનેસ શરુ કરવા માંગતા હોય તો, અમે તમને પ્રથમ દિવસથી જ એક સરળ અને કમાણીના બિઝનેસ વિશે માહિતી આપીશું. આ ધંધો શરૂ કરવા માટે મોટા મુડીરોકાણની પણ જરૂર નથી.

car washing business

શું છે બિઝનેસ?

આ કાર ધોવાનો બિઝનેસ છે. આ તમને સડકછાપ ધંધા જેવું લાગી રહ્યું હશે, પરંતુ એવું નથી. આ એક સારો પ્રોફેશનલ બિઝનેસ સાબિત થઈ શકે છે. સારી બાબત એ છે કે, જો તમારું કાર્ય સારું રહ્યું, તો પછી તમે કાર મિકેનિકને ભાડેથી તમારા વ્યવસાયમાં નવા યુનીટ પણ શરૂ કરી શકો છો.

જાણો કે આ વ્યવસાય કેવી રીતે શરૂ થશે...

સૌપ્રથમ કાર વોશિંગ મશીન ખરીદવાનું રહેશે

કાર ધોવા માટે તમારી પાસે પ્રોફેશલ મશીન હોવું આવશ્યક છે. આ મશીનની શરૂઆત લગભગ 12 હજાર રૂપિયા છે. આ જોઇએ તો આ મશીનની કિંમત 1 લાખ રૂપિયા સુધી પણ હોય શકે છે, પરંતુ શરૂઆતમાં તમે સસ્તા મશીનથી કામ શરૂ શકો છો. 14 હજાર રૂપિયામાં તમને 2 હોર્સપાવરવાળું મશીન મળી રહેશે. આ મશીન સારી રીતે કામ કરશે. આ સાથે 14,000 રૂપિયામાં તમને અલગ અલગ પાઈપ્સ અને નોઝલ પણ મળશે.

અન્ય આવશ્યક સામાન શું છે?

તમારી પાસે 30 લીટરનું વેક્યૂમ ક્લીનર હોવું આવશ્યક છે. તેની કિંમત 10 હજાર રૂપિયા સુધીની હોઇ શકે છે. બાકીની એસેસરીઝમાં શેમ્પૂ અને ટાયર પોલિશ, ગ્લોવ્સ અને 5 લિટર ડેશબોર્ડ પોલિશ કેનનો સમાવેશ થાય છે. આ સામાન રૂપિયા 2,000 સુધીમાં મળી રહેશે. આ સાથે એક વાતનું ધ્યાન રાખવું કે, તમારો વ્યવસાય એવી જગ્યાએ સેટ કરવો કે જ્યા કાર રાખવા માટે પૂરતી જગ્યા હોય, નહીં તો કાર્સ તમારા આઉટલેટની બહાર પાર્ક કરવામાં આવશે, જે મુશ્કેલીઓ ઉભી કરશે.

ભાગીદારીમાં પણ આ બિઝનેસ શક્ય છે

જો તમારી પાસે આવું સ્થાન છે, તો તે ઉત્તમ છે, પરંતુ જો નથી તો પછી તમે ક્યાંક ભાડે જગ્યા રાખી શકો છો. ત્રીજો વિકલ્પ એ પણ છે કે, તમે કાર મિકેનિક આઉટલેટ સાથે વાત કરી શકો છો અને ત્યાં ધોવા માટે તમારું સેટ-અપ ઇન્સ્ટોલ કરી શકો છો. આ માટે તમારે મિકેનિક સાથે ભાગીદારી કરવી પડશે. જેમાં ભાડામાં તેમજ નફામાં ભાગ આપવાનો થઇ શકે છે.

જાણો કેટલી હશે કમાણી

કાર ધોવાનો ચાર્જ સામાન્ય રીતે 150 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીનો હોય છે. જો દિવસમાં 7 થી 8 કાર વોશ થાય તો, દિવસ દરમિયાન 2,000 રૂપિયા સુધીની આવક શક્ય છે. આ સાથે તમે બાઇક પણ ધોઇ શકો છો. આ રીતે તમે સરળતાથી દર મહિને 30 થી 40 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. જો તમે મિકેનિક છો? તો તમને આ બિઝનેસમાં લાભ ખૂબ વધારે રહેશે. શરૂઆતમાં તમે નાના પાયે પ્રારંભ કરી શકો છો. જે સમય જતાં મોટો નફો રળી આપશે.

English summary
Car washing is a business. This may sound like a streetcar to you, but it's not. This can prove to be a good professional business. The good thing is, if your work goes well, then you can also start a new unit in your business by hiring a car mechanic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X