GST ટેક્સ ચોરી રોકવામાં રાજ્યોથી આગળ નીકળી મોદી સરકાર
GST સિસ્ટમ જે ઝડપ સાથે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમલમાં મૂકાયી છે, તે જ ઝડપ સાથે તેનું મોનીટરીંગ પણ કરી રહી છે.
GST સિસ્ટમ જે ઝડપ સાથે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમલમાં મૂકાયી છે, તે જ ઝડપ સાથે તેનું મોનીટરીંગ પણ કરી રહી છે. આ જ કારણ છે કે કેન્દ્રીય જીએસટી અધિકારીઓએ રાજ્યોની તુલનામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સની ચોરી અટકાવવા માટે વધુ સારું કાર્ય કર્યું છે. હકીકતમાં, જીએસટી હેઠળ ઘણા બિઝનેસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે નકલી ઇન્વૉઇસેસ બનાવવા માટે કામ કરી રહ્યા છે. કેન્દ્રીય સરકારે આવા કેસોને પકડવા માટે રાજ્યો કરતાં વધુ કાર્ય કર્યું છે.
આ પણ વાંચો: ડિજિટલ કંપનીઓ પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે નાણામંત્રી

મોદી સરકારે કેટલા કેસ પકડ્યા
રાજ્યોએ 225 આવા કેસો પકડ્યા છે, જ્યારે કેન્દ્રીય જીએસટી અધિકારીઓએ આવા 396 કેસ પકડ્યા છે, જે બતાવે છે કે તેઓ જીએસટી પાલન અમલમાં મૂકવા માટે વધુ સારા છે.

માસિક બુલેટિનમાં આપી માહિતી
જીએસટી કાઉન્સિલ સચિવાલયે મે મહિનાના તેના માસિક બુલેટિનમાં જણાવ્યું હતું કે, "કરચોરી અટકાવવાના અભિયાનમાં, સેન્ટ્રલ ઈનડાયરેક્ટ ટેક્સ બોર્ડે 5,887.54 કરોડના કરચોરીના નકલી ઇન્વૉઇસના 396 કેસો મેળવ્યા છે. તો, તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સમાન કાર્યવાહીમાં 225 કેસો પકડાયા છે, જેમાં કુલ 1,314.77 કરોડ રૂપિયાની કુલ કરચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો." જો કે, GST body એ નકલી ઇન્વૉઇસને પકડવાની કાર્યવાહી કયા સમયગાળા દરમિયાન કરવામાં આવી તેની માહિતી પૂરી પાડી નથી.

જીએસટી પર જાણકારનો અભિપ્રાય
એક નિષ્ણાતનું કહેવું છે કે કરચોરી પકડવાનું તંત્ર હંમેશાથી કેન્દ્ર સરકાર પાસે વધુ સારું રહ્યું છે. આવક મંત્રાલયે જણાવ્યું હતું કે, "આવકવેરા અને જીએસટીની સિસ્ટમ એકબીજા સાથે જોડાયા પછી નકલી ઇન્વૉઇસેસ બનાવીને કર ચોરી કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જશે." બે વિભાગો વચ્ચે ડેટા શેરિંગ સિસ્ટમ પર કામ ચાલી રહ્યું છે."












Click it and Unblock the Notifications
