વરિષ્ઠ અર્થશાત્રી બસુએ ફ્લેક્સિબલ શ્રમ કાયદાની હિમાયત કરી

વર્લ્ડ બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બાસુએ જણાવ્યું કે ભારતીય શ્રમ બજારમાં જરૂર કરતા વધારે નિયમન છે. દેશના કડક શ્રમ કાયદાને કારણે દેશનો આર્થિક વૃધ્ધિદર પ્રભાવિત થઇ રહ્યો છે. જે શ્રમ કાયદાને ફ્લેક્સિબલ કરવામાં આવે તો સંગઠિત અને બિન સંગઠિત બંને ક્ષેત્રોને ફાયદો થશે.
તેમણે જણાવ્યું કે વર્તમાન નિયમન માળખામાં શ્રમ બજારને વધારે લચીલું બનાવવાની જરૂર છે. જો આપણે કાયદાનું વાતાવરણ ઉભું કરીશું તો સાથે શ્રમિકોની માંગ પણ વધશે. સંપૂર્ણ મુક્ત બજાર આપવાને બદલે વધારે લચીલું બજાર આપવું જોઇએ. ભારતમાં ઘણા સમયથી શ્રમ સુધારા કરવામાં આવ્યા નથી તે કરવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
