For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પહેલા મોંઘવારીની માર, CNG-PNGના ભાવ વધ્યા, જાણો કયા શહેરમાં સૌથી વધુ ભાવ

તહેવારની સિઝનમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ તહેવારની સિઝનમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ(IGL)એ દિલ્લી એનસીઆ સહિત ઘણા શહેરોમાં સીએનજી અને પીએનજી(CNG-PNG)ના ભાવોમાં વધારો કરી દીધો છે. મોંઘવારીની માર સતત સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ પહેલેથી જ ભારે પડી રહ્યા છે. ત્યારે હવે તહેવારની સિઝનમાં સીએનજીના ભાવમાં પણ ત્રણ રુપિયાનો વધારો થઈ ગયો છે. થોડા દિવસ પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે નેચરલ ગેસની કિંમત 40 ટકા સુધી વધારી દીધી હતી. ત્યારબાદ એ અંદેશો હતો કે દેશમાં અલગ-અલગ શહેરોમાં સીએનજીના ભાવ પણ વધશે.

વધેલા ભાવ આજે સવારે 6 વાગ્યાથી લાગુ

વધેલા ભાવ આજે સવારે 6 વાગ્યાથી લાગુ

દિલ્લી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પીએનજીના ભાવ ત્રણ રુપિયા વધારી દેવામાં આવ્યા છે. સીએનજી-પીએનજીના વધેલા ભાવ આજે(8 ઓક્ટોબર) સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે. મુંબઈની ગેસ કંપની મહાનગર ગેસ લિમિટેડ(MGL)બાદ હવે આઈજીએલે પણ પોતાના ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સૌથી પહેલા મુંબઈમાં ત્યારબાદ હવે દિલ્લી, દિલ્લી-એનસીઆર સાથે પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જે શહેરોમાં સીએનજી મળે છે ત્યાં પણ કિંમતો રિવાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CNGના નવા રેટ

CNGના નવા રેટ

દિલ્લીમાં હવે સીએનજી 75 રુપિયા 61 પૈસાના બદલે 78 રુપિયા 61 પૈસા પ્રતિ કિલો મળશે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીના ભાવ 78 રુપિયા 17 પૈસા હતા જે વધારીને 81 રુપિયા 17 પૈસા પ્રતિ કિલો થઈ ગયા છે. ગુરુગ્રામમાં 86.94 રુપિયા, રેવાડીમાં 89.07 રુપિયા, કરનાલમાં 87.27 રુપિયા, મઝફ્ફરનગરમાં 85.84 રુપિયા અને કાનપુરમાં 89.81 રુપિયા સુધી ભાવ પહોંચી ગયા છે.

PNGના ભાવમાં 3 રુપિયાનો વધારો

PNGના ભાવમાં 3 રુપિયાનો વધારો

IGLએ દિલ્લી-એનસીઆરમાં ઘરેલુ પાઈપ્ડ નેચરલ ગેસ(PNG)ની કિંમતોમાં 3 રુપિયાનો વધારો કર્યો છે. જે હેઠળ દિલ્લીમાં હવે 53.59 રુપિયા પ્રિત એસીએમના દરથી ગેસ મળશે. આ ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પીએનજીના ભાવ 53.46 રુપિયા પ્રતિ એસસીએમ હશે. જ્યારે ગુરુગ્રામમાં તેની કિંમત 51.79 રુપિયા પ્રતિ એસસીએમ હશે. આ ઉપરાંત મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં કિંમત 56.97 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર(SCM)થઈ ગયા છે. જ્યારે અજમેર, પાલી અને રાજસમંદમાં ભાવ 59.23 થઈ ગયા છે.

English summary
CNG-PNG prices hike from today, Know the new rates of these cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X