દિલ્હીમાં સીએનજીમાં 15 રૂપિયા અને પીએનજી 5 રૂપિયાના ઘટાડો
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: પેટ્રોલિયમ મંત્રી એમ વીરપ્પા મોઇલીએ દિલ્હીમાં સીએનજીના ભાવમાં લગભગ 15 રૂપિયા પ્રતિ કિલો અને પાઇપ દ્રારા પુરો પાડવામાં આવતા પ્રાકૃતિક ગેસ (પીએનજી)ના ભાવમાં લગભગ 5 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડાનો નિર્ણય કર્યો છે.

વિરપ્પા મોઇલે કહ્યું હતું કે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઇજીએલ) અને અન્ય સિટી ગેસ વિતરણ કંપનીઓને ઘરેલૂ ગેસ સસ્તા ભાવે પર મળશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ અને અન્ય સિટી ગેસ વિતરણ કંપનીને તેમની જરૂરિયાતનો પૂરતો ગેસ ઘરેલૂ ગેસ ઉત્પાદક વિસ્તારોમાંથી પુરો પાડવામાં આવશે. અત્યારે તેમને 80 ટકા ઘરેલૂ ગેસ પુરો પાડવામાં આવે છે.












Click it and Unblock the Notifications
