હોમ લોન લેતાં પહેલાં ઓનલાઇન ચેક કરો EMI
બેંગ્લોર, 8 માર્ચ: જો તમે ઘર લેવા જઇ રહ્યાં છો અને તમે હોમ લોન માટે બેંકની શોધમાં છો, તો આ લેખ જરૂરથી વાંચવો. કારણ કે નાની જાણકારી તમારા ઇએમઆઇને ઓછા કરી શકે છે અને ઘરમાં વધારે બચત થઇ શકે છે. હોમ લોન સામાન્ય રીતે મોટી લોન માનવામાં આવે છે. જો તમે 10 લાખની લોન લેવા જઇ રહ્યાં છો તો તમે સમજી લો કે તમારો ઇએમઆઇ લગભગ 10 હજાર આસપાસ રહેશે. કેટલીક બેંકોમાં 9500 સુધી તો કેટલીક બેંકોમાં 10,500 પણ હોય શકે છે.
તો સારું રહેશે કે લોન લેતાં પહેલાં તમે ઓનલાઇન ચેકી લો અને કઇ બેંકમાં તમારી ઇએમઆઇ કેટલી રહેશે. બેંકમાં બેંકના વ્યાજદરોમાં 0.10 ટકાનો તફાવત આવી જ જાય છે, પરંતુ જ્યારે વાત લાખોની હોય તો આ તફાવત હજારોમાં જતો રહે છે. સારું એ રહેશે કે તમે હોમ લોન માટે એપ્લાય કરતાં કેટલીક બેંકોની વેબસાઇટ પર જઇને ઇએમઆઇ કેલક્યુલેટરથી ચેક કરો કે તમારી ઇએમઆઇ કેટલી રહેશે.

ઇન્ટરનેટ પર કેટલીક વેબસાઇટ છે, જેમને બેંકો અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરેલા છે. તેમના પોર્ટલ પરથી ઇએમઆઇ કેલક્યુલેટર સરળતાથી મળી શકે છે. તેમાં તમારે કેટલીક માહિતી આપવી પડશે, જેમ કે કેટલી લોન જોઇએ છે, તમારો પગાર કેટલો છે, કેટલા વર્ષ માટે લોન લેવા માંગો છો વગેરે. ફીડ કરતાંની સાથે જ તમને ખબર પડી જશે કે તમારી ઇએમઆઇ કેટલી રહેશે. ઉદાહરણ તરીકે ક્લિક કરતાં તમે આઇસીઆઇસીઆઇ બેંકનું ઇએમઆઇ કેલક્યુલેટર જોઇ શકો છો.
તેનાથી તમે ધરમાં ખર્ચ માટે બચેલા પૈસાનો અંદાજો લગાવી શકો છો. તેનાથી તમને એ પણ ખબર પડી જશે કે તમે લોન માટે યોગ્યતા ધરાવો છો કે નહી. કેટલો પ્રોસેસિંગ ચાર્જ લાગશે અથવા કસ્ટમરે કઇ બેંકને કઇરીતે રેટ કર્યો છે, એ પણ તમે જાણી શકો છો. મૂળ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે વ્યાજ અને વ્યાજદર.
વાત ફક્ત ઓનલાઇન ચેક કરવાથી પૂર્ણ થઇ જતી નથી. બેંકમાં ગયા બાદ પણ તમારે કેટલીક વાતોની જાણકારી મેળવવી પડશે, કે વ્યાજદર કેટલો રહેશે. જો તમને સંતોષ હોય તો હવે બેંકને પુછવાનું રહેશે કે પ્રોસેસિંગ ફી કેટલી રહેશે. ત્યારબાદ પ્રી-પેમેન્ટ ચાજે કેટલો રહેશે. ત્યારબાદ નિર્ણય કરવો કે લોન કઇ બેંક પાસેથી લેવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
