For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાંધણ ગેસમાં 25 રૂપિયાનો વધારો, જાણો ક્યા કેટલો ભાવ?

ભારતના લાખો પરિવારો પર અસર થવાની સંભાવનામાં બિન સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત બુધવારના રોજથી પ્રતિ સિલિન્ડર 25 રૂપિયા વધારી દેવામાં આવી છે. કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં પણ 75 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતના લાખો પરિવારો પર અસર થવાની સંભાવનામાં બિન સબસિડીવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરની કિંમત બુધવારના રોજ (1 સપ્ટેમ્બર, 2021)થી પ્રતિ સિલિન્ડર 25 રૂપિયા વધારી દેવામાં આવી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ 75 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક સંપૂર્ણપણે ભરેલો 14.2 કિલો નોન-સબસિડાઇઝ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરની કિંમત હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 884.50 રૂપિયા થશે.

Cooking gas

સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 17 ઓગસ્ટથી પ્રતિ સિલિન્ડર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 1લી જુલાઈએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

છેલ્લા સાત વર્ષમાં એલપીજીના ભાવ બમણા થયા છે. 1 માર્ચ, 2014ના રોજ એક LPG રિફિલની કિંમત 410.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી, હવે તેની કિંમત 859.50 રૂપિયા છે, જે બમણાથી વધુ છે. હાલમાં, સરકાર દર વર્ષે 14.2 કિલોગ્રામના 12 સબસિડીવાળા LPG સિલિન્ડર્સ પૂરા પાડે છે. 12 રિફિલના વાર્ષિક ક્વોટા પર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીની રકમ દર મહિને બદલાય છે. દેશમાં LPGના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની પ્રવર્તમાન કિંમતો અને રૂપિયા-ડોલર વિનિમય દર દ્વારા નક્કી થાય છે.

Cooking gas

સ્થાનિક ટેક્સને કારણે દેશના વિવિધ ભાગોમાં રાંધણ ગેસના દર અલગ અલગ હોય છે. સામાન્ય રીતે, બિન-સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમતો માસિક ધોરણે સુધારવામાં આવે છે અને કોઈપણ ફેરફાર દરેક મહિનાના પહેલા દિવસે અમલમાં આવે છે.

LPGમાં વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના દર રેકોર્ડ ઉંચા સ્તરે છે. દેશમાં પેટ્રોલની કિંમતો પહેલાથી જ 100 રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે.

Cooking gas

આઇઓસીએલની વેબસાઇટ મુજબ, 17 ઓગસ્ટ, 2021 થી 14.2 કિલો સિલિન્ડર માટે મેટ્રો શહેરોમાં ઇન્ડેનની બિન સબસિડી કિંમતો નીચે મુજબ છે :

1) દિલ્હી - રૂ. 859.50

2) કોલકાતા - 886.50 રૂપિયા

3) મુંબઈ - રૂ. 859.50

4) ચેન્નાઈ - 875.50 રૂપિયા

25 રૂપિયાના વધારા સાથે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત પણ વિવિધ શહેરોમાં વધશે.

English summary
The price of a non-subsidized liquefied petroleum gas (LPG) cylinder has been hiked by Rs 25 per cylinder from Wednesday (September 1, 2021), likely to affect millions of households in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X