For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CVCએ CWGમાં 1000 કરોડની ટેક્સ ચોરી પકડી

|
Google Oneindia Gujarati News

cwg
નવી દિલ્હી, 5 નવેમ્બર : કેન્દ્રીય તકેદારી પંચ (સીવીસી)એ હાથ ધરેલી તપાસમાં રાષ્ટ્ર મંડળ રમતો (કોમન વેલ્થ ગેમ્સ - સીડબલ્યુજી)ની વિવિધ યોજનાઓમાં સરકારી વિભાગો અને ખાનગી કંપનીઓ દ્વારા લગભગ રૂપિયા 1000 કરોડની કર ચોરી થઇ હોવાની બાબત બહાર આવી છે.

સીવીસીએ સીડબલ્યુજી સાથે સંકળાયેલા ગોટાળાની તપાસ માટે આવકવેરા વિભાગ અને અન્ય એજન્સીઓના અધિકારીઓ સાથે મળીને ખાસ તપાસ વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં આ ખુલાસો થયો હતો.

તકેદારી અધિકારી આર શ્રીકુમારના જણાવ્યા અનુસાર તેમાં રૂ. 1000 કરોડ રૂપિયાની કર ચોરી પકડવામાં આવી છે. આ રમત ઉત્સવ દરમિયાન 9000 જાહેર ખર્ચવાળી યોજનાઓમાં 37 સરકારી અને ખાનગી કંપનીઓએ રૂપિયા 15,000 કરોડનો ખર્ચ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ વિવિધ પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવતા અત્યાર સુધીમાં અંદાજે રૂ. 100 કરોડની કર ચોરી વસૂલ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ અંગે સીવીસી એક રિપોર્ટ પણ જાહેર કરશે.

English summary
CVC find 1000 crore tax evasion in CWG projects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X