For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા સન્સે સાઇરસને ચેરમેન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cyrus-mistry
નવી દિલ્હી, 19 ડિસેમ્બર: ટાટા સમૂહની કંપનીઓની પ્રણેતા ટાટા સન્સે સાઇરસ પી. મિસ્ત્રીને પોતાના ચેરમેન બનાવવાની મંગળવારે જાહેરાત કરી છે. સાઇરસ મિસ્ત્રીની નિયુક્તિ 28 ડિસેમ્બરે કરવામાં આવશે. ટાટા સન્સના હાલના ચેરમેન રતન ટાટા 28 ડિસેમ્બરે સેવાનિવૃત થાય છે.

ટાટા સન્સના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નિર્દેશક બોર્ડે 28 ડિસેમ્બર 2012ના રોજ રતન ટાટાની નિવૃતિ બાદ સાઇરસ પી મિસ્ત્રીને પોતાના ચેરમેન બનાવવાની જાહેરાત કરી છે.

બોર્ડે રતન ટાટાને ચેરમેન અમેરિટસનો માનદ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. મિસ્ત્રી 2006થી ટાટા સન્સના નિર્દેશક રહ્યાં છે અને છેલ્લા નવ વર્ષોમાં તેમને ડેપ્યુટી ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. આ મહિનાની શરૂઆતમાં ટાટા મોટર્સે પણ સાઇરસ મિસ્ત્રીને 28 ડિસેમ્બરે પોતાના ચેરમેન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

English summary
The board of directors of Tata Sons, the holding company of the Tata group, today announced the announcement of Cyrus P. Mistry as the chairman of the board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X