'આકાશ' ટેબલેટ બનાવનારા સુનીત ફોર્બ્સની યાદીમાં

ડેટાવિંડ એ કંપની છે જેણે ભારતમાં સૌથી ઓછી કિંમતવાળા 'આકાશ' ટેબલેટનું નિર્માણ કર્યું છે. ફોર્બ્સનું કહેવું છે કે 44 વર્ષીય સુનીત વિશ્વના સૌથી સસ્તા ટેબલેટ કોમ્પ્યુટર 'આકાશ'ના મુખ્ય યોજનાકાર છે, જેમનામાં 'વિકાસશીલ' દેશોમાં શિક્ષામા ક્રાંતિકાર બદલાવ લાવવાની ક્ષમતા છે.
નોંધનીય છે કે આ કંપની પાસે લાખો લોકોએ 'આકાશ'ની બુકિંગ કરવા અરજીઓ આપેલી છે. પત્રિકા અનુસાર સુનીતે કહ્યું કે તેમને આઇપેડ સાથે કોઇ સ્પર્ધા નથી, મને એ ત્રણ અરબ લોકોની ચિંતા છે, જેમને તેની જરૂરત છે. યાદીમાં સામેલ ભારતીય અને એમઆઇટીના કોમ્પ્યુટર વિજ્ઞાન વિભાગમાં પ્રોફેસર અનંત અગ્રવાલ 'એડએક્સ' પ્રમુખ પણ છે. એડએક્સ હાવર્ડ, એમઆઇટી, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય અને ટેક્સાસા વિશ્વવિદ્યાલય તરફથી ઇન્ટરનેટ થકી ભણાવવાનો નવો પ્રયોગ છે. હાલના સમયે વિશ્વભરમાં ચાર લાખથી પણ વધારે લોકો આ શૈક્ષણિક કાર્યક્રમ સાથે જોડાયેલા છે.
ચાલું વર્ષે જ 'એડએક્સ'ના પ્રમુખ બનનાર પ્રોફેસર અગ્રવાલનું કહેવું છે કે, અમે વિશ્વભરમાં વિદ્યાર્થીઓને મોટીમાત્રામાં સિદ્ધિઓ અપાવી છે. ઓનલાઇન ભણતરમાં બદલાવ કરી આપણે પરસરની પોતાની ક્ષમતામાં મોટો સુધારો લાવી શકીએ છીએ.












Click it and Unblock the Notifications
