For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમા PF પર મળશે 8.5 ટકા વ્યાજ, આવી રીતે જાણો તમારૂ બેલેન્સ

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ટૂંક સમયમાં નાણાકીય વર્ષ 2020-21 નું વ્યાજ જમા કરી શકે છે. અપેક્ષા છે કેજુલાઈના અંત સુધીમાં 6 કરોડથી વધુ કર્મચારીઓના ખાતામાં 8.5 ટકા પીએફ જમા થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ટૂંક સમયમાં નાણાકીય વર્ષ 2020-21 નું વ્યાજ જમા કરી શકે છે. અપેક્ષા છે કેજુલાઈના અંત સુધીમાં 6 કરોડથી વધુ કર્મચારીઓના ખાતામાં 8.5 ટકા પીએફ જમા થઈ શકે છે. ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2020-21 માટે પીએફ બેલેન્સ પર 8.5 ટકાના વ્યાજ દર જાળવી રાખ્યો છે. કોવિડ દરમિયાન કર્મચારીઓએ ઇપીએફમાંથી મોટી રકમ ઉપાડી લીધી હતી. બીજી તરફ જવા ઓછા રૂપિયા થયા હતા. તેને ધ્યાનમાં રાખીને વ્યાજના દર મુદ્દે આ નિર્ણય લેવાયો છે.

7 વર્ષમાં સૌથી નીચો વ્યાજ દર

7 વર્ષમાં સૌથી નીચો વ્યાજ દર

દેશમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વર્ષે માર્ચમાં ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2019-20 માટેના વ્યાજ દરને ઘટાડીને સાત વર્ષમાં સૌથી નીચે 8.5 ટકા કર્યો હતા. અગાઉ 2018-19માં વ્યાજ દર 8.65 ટકા હતો. ઇપીએફઓએ 2017-18 માટે 8.55 ટકા વ્યાજ ચુકવ્યુ હતુ. 2016-17માં વ્યાજ દર 8.65% હતો.

આવી રીતે બેલેન્સ ચેક કરો

આવી રીતે બેલેન્સ ચેક કરો

જ્યારે તમારા ખાતામાં વ્યાજના પૈસા આવશે, તો તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે બેલેન્સ જાણી શકાય. જે EPFO મેમ્બર પાસે યુએન નંબર છે તે નોંધાયેલા મોબાઇલ નંબર પરથી "EPFOHO UAN ENG" લખીને 7738299899 પર મેસેજ મોકલી બેલેન્સ ચેક કરી શકે છે. મેસેજ કર્યા બાદ બેલેન્સ અને અન્ય વિગતો તમારા મોબાઈલમાં આવી જશે. ઇપીએફઓ તમને મેસેજમાં તમારી ગમતી ભાષા પસંદ કરવાની છુટ આપે છે.

મિસ્ડ કોલ કરો અને બેલેન્સ જાણો

મિસ્ડ કોલ કરો અને બેલેન્સ જાણો

તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરીને તમારું EPF બેલેન્સ તપાસી શકો છો. આ સેવા ફક્ત કેવાયસી અપડેટ એકાઉન્ટ માટે જ ઉપલબ્ધ છે.

આ રીતે પણ જાણી શકાય બેલેન્સ

આ રીતે પણ જાણી શકાય બેલેન્સ

EPFO પોર્ટલ epfindia.gov.in પર તમારી પીએફ પાસબુક જોવા માટે ઇપીએફ એકાઉન્ટ યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે લીંક થયેલુ હોવુ જોઈએ. તે પછી તમે વેબસાઇટથી ઇપીએફ પાસબુકને ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો. ઇપીએફઓ પોર્ટલ પર લોગિન કરો. આ પછી Our Servicesમાં For Employees પર ક્લિક કરો. ત્યાર બાદ તમારે Services માં Member Passbook પર ક્લિક કરવાનું છે. જ્યાં તમને તમારા ખાતાની તમામ વિગતો જોવા મળશે.

સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારો

સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારો

પેરોલ ડેટા અનુસાર ફેબ્રુઆરી 2020 ની તુલનામાં ફેબ્રુઆરી 2021 માં ઇપીએફઓ સાથે લગભગ 20% વધારા સાથે 12.37 લાખ કર્મચારીઓ ઉમેરાયા. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઈપીએફઓના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર ફેબ્રુઆરી મહિનામાં 12.37 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવામાં આવ્યા છે. 2021 ફેબ્રુઆરી મહિનામાં ઉમેરવામાં આવેલા કુલ 12.37 લાખ ગ્રાહકોમાંથી, લગભગ 7.56 લાખ નવા સભ્યો હતા. ઇપીએફઓએ તાજેતરમાં કોવિડ-19 ને કારણે જરૂરિયાત મુજબ રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી છે. માર્ચ, 2020 માં, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) હેઠળ આ ખાસ જોગવાઈ રજૂ કરી છે.

English summary
Deposited PF will earn 8.5 per cent interest, thus find out your balance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X