For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લાઇટમાં મોબાઈલ-લેપટોપનો ફ્લાઈટ મોડમાં ઉપયોગ થઇ શકશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 એપ્રિલ : 'કૃપયા આપ તમારા મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડ પર રાખી શકો છો.' હવેથી તમારી ફ્લાઈટ ટેક-ઓફ કરે તે પહેલા કોઈ એરહોસ્ટેસ તરફથી તમને કદાચ આવી જાહેરાત સાંભળવા મળશે, જે અત્યાર સુધી તમારો મોબાઈલ ફોન સ્વિચ ઓફ્ફ કરવાનું કહેતી હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ) દ્વારા પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક ડીવાઈસીસ (PED)ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા નિયમમાં આજે સુધારો કરતા હવે મોબાઈલ અને લેપટોપનો ફ્લાઈટ-મોડ ઉપયોગ શક્ય બન્યો છે. મુસાફરો ફ્લાઈટના તમામ તબક્કે તેમના મોબાઈલ અને લેપટોપનો યુઝ કરી શકશે, પણ નોન-ટ્રાન્સમિટીંગ કે ફ્લાઈટ મોડ પર.

smartphone-sept

નવો નિયમ અથવા સિવીલ એવિએશન રીક્વાયરમેન્ટ (CAR) અમલમાં આવતાં, વિમાન મુસાફરો હવે તેમનાં સેલફોન્સ, ટેબ્લેટ્સ કે લેપટોપ્સ 'ફ્લાઈટ મોડ' પર રાખીને કામ કરી શકશે, વીડિયો ગેમ્સ રમી શકશે, ગીત-સંગીત સાંભળી શકશે, પ્રી-લોડેડ ફિલ્મો જોઈ શકશે કે તેમના ઈમેલ ટાઈપ કરી શકશે. તે મેલ્સ તે છતાં વિમાન જે તે એરપોર્ટ પર લેન્ડ થાય ત્યારબાદ જ સેન્ડ કરી શકાશે.

એરલાઈન્સ તરફથી લાંબા સમયથી મૂકવામાં આવેલી ડિમાન્ડનો એવિએશન રેગ્યૂલેટર ડીજીસીએ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. એવિએશન નિષ્ણાતોનું કહેવું છે કે આ સુવિધાથી મુસાફરો તેમના કામમાં વધારે સમય આપી શકશે અથવા તેમની પસંદનું મનોરંજન પસંદ કરી શકશે.

નવા નિયમ અનુસાર તમામ એરલાઈન્સને આદેશ અપાયો છે કે જો વિમાનમાં PED ને લીધે ધૂમાડો નીકળ્યાની કે આગ લાગ્યાની શંકા જાય કે ખાતરી થાય તો તરત જ ડીજીસીએને જાણ કરવી.

ફ્લાઈટ દરમિયાન તમામ તબક્કે PEDનો ફ્લાઈટ કે પ્લેન મોડ પર ઉપયોગ કરવા દેવા માટે યુએસ રેગ્યૂલેટર - ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન તેમજ યુરોપીયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી દ્વારા લેવામાં આવેલા નવા નિયમને ધ્યાનમાં લઈને ડીજીસીએ દ્વારા પણ નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.

English summary
DGCA amending the rule which bans use of portable electronic devices (PEDs) and allowing their usage in all phases of flight but on a non -transmitting or flight mode.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X