5 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થશે ડીઝલ, ઘટશે પેટ્રોલના ભાવ!
નવી દિલ્હી, 29 ઓક્ટોબર: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં નરમાઇ અને ડોલરના મુકાબલે રૂપિયામાં મજબૂતી જોતાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલના ભાવ એકથી દોઢ રૂપિયા પ્રતિ લીટર સુધી ઓછા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલના ભાવમાં ફેરફાર વિશે આવતીકાલે કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. બીજી તરફ કીરીટ પારેખ સમિતિએ ડીઝલના ભાવમાં 4 થી 5 રૂપિયાના વધારાની ભલામણ કરી છે.
જો કે સમિતિએ નિયંત્રણવાળા પેટ્રોલિયમ ઉત્પાદનો માટે હાલના ભાવ સિદ્ધાંતોને ચાલુ રાખવાનો પક્ષ લીધો છે. વિશેજ્ઞ ટુકડીએ ડીઝલ તથા રસોઇ ગેસના ભાવ નક્કી કરીને એક પદ્ધતિ સુજાડવાનું કામ કરી દિધું છે. સમિતિ આ રિપોર્ટ પેટ્રોલિયમ મંત્રીને 30 ઓક્ટોબરના રોજ સોંપશે. સરકારે જૂન 2010માં પેટ્રોલના ભાવ નક્કી કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને છૂટ આપી હતી. ત્યારબાદ કંપનીઓ સામાન્ય રીતે દર પંદર દિવસે આંતરરાષ્ટ્રિય બજારના ભાવના આધારે ભાવમાં વધઘટ કરે છે.

15 ઓક્ટોબરના રોજ અંતિમ અઠવાડિયામાં કંપનીઓએ પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કર્યા ન હતા. આ પહેલાં 1 ઓક્ટોબરથી પેટ્રોલના ભાવમાં ગત પાંચ વર્ષમાં સૌથી વધુ 3.05 રૂપિયા પ્રતિ લિટર ઓછા થય છે. આ પહેલાં 1 મેના રોજ પેટ્રોલના ભાવમાં ત્રણ રૂપિયા પ્રતિ લીટર 'ટેક્સ અલગથી' ઓછા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાંચ મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં સતત સાતવાર અર્થાત 10.80 રૂપિયા પ્રતિ લીટરના વધારા બાદ કરવામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
સિંગાપુરથી મળેલા સમાચાર અનુસાર ડિસેમ્બર માટે ન્યૂયોર્ક મુખ્ય વાયદા વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ 'ડબ્લ્યૂટીઆઇ' સવારના કામકાજમાં 21 સેન્ટ ઘટાડીને 98.47 ડોલર પ્રતિ બેરલ કહ્યું હતું. બ્રેંટ નોર્થ સી ક્રુડ ડિસેમ્બર માટે 109.11 ડોલર પર 50 સેન્ટ નીચે હતું. પંદર ઓક્ટોબરના રોજ 3.05 રૂપિયા પ્રતિ લીટરના ઘટાડા બાદ દિલ્હીમાં ટેક્સ સાથે પેટ્રોલના ભાવ કુલ મળીને 3.66 રૂપિયા પ્રતિ લીટર ઓછા થયા હતા. હાલ દિલ્હીમાં પેટ્રોલ 72.40 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અનુસાર ઇન્ડિયન બાસ્કેટમાં ક્રુડ ઓઇલના ભાવ 28 સપ્ટેમ્બરના રોજ 106.45 ડોલર અર્થાત 6546.68 રૂપિયા પ્રતિ બેરલ હતો. રૂપિયામં આ ભાવ હૂંડિયામણનો દર 61.50 રૂપિયા પર છે. સરકારે આ વર્ષે 17 જાન્યુઆરીના રોજ ઓઇલ કંપનીઓને ડીઝલ પર અંડર રિકવરીને ઓછી કરવા માટે 50 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો કરવાની છૂટ આપી હતી. ત્યારબાદ કંપનીઓ ડીઝલના ભાવમાં નવ વખત વધારો કરી ચૂકી છે.












Click it and Unblock the Notifications
