For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ જાણો છો, લોટરી કે હોર્સ રેસિંગ જીતવા પર કેટલો TDS ચૂકવવો પડે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં ટાક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ -TDS) બેંક ડિપોઝટ્સના વ્યાજ, અન્ય રોકાણ સાધનો પર લાગવાની સાથે લોટરી જીતવા કે હોર્સ રેસિંગ જીતવા ઉપર પણ લાગે છે. ટીડીએસ બીજું કશું નથી પણ તત્કાળ ટેક્સ રકમ છે જે આપે ચૂકવવી પડે છે. તેની ગણતરી કેવી રીતે થાય છે તેનું ઉદાહરણ આગલ આપીશું...

લોટરી જીતવા પર TDS
જો આપ લોટરી જીત્યા હોવ તો 30 ટકા જેટલો ઊંચો ટીડીએસ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. જો કે લોટરી પર ટીડીએસ ત્યારે જ લાગુ પડશે જ્યારે લોટરીમાં જીતની રકમ રૂપિયા 10,000 કે તેથી વધારે હશે. આ ઉપરાંત ટીડીએસની રકમ પર 3 ટકા એજ્યુકેશનલ સેસ પણ ચૂકવવી પડશે.

horse-racing-1

આપને આ વાત એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. દાખલા તરીકે આપે રૂપિયા 1 લાખના ઇનામવાળી લોટરી જીતી. તો જે વ્યક્તિ લોટરીમાંથી ટીડીએસ કાપવા માટે જવાબદાર હશે તે 30 ટકા લેખે ટીડીએસ અને 3 ટકા એજ્યુકેશનલ સેસ કાપીને આપને રૂપિયા 70,000થી ઓછી રકમ હાથમાં આપશે. આમ આપ ભલે રૂપિયા 1 લાખ જીત્યા હોવ, પણ આપના હાથમાં રૂપિયા 70,000થી ઓછી રકમ આવશે.

હવે જ્યારે પણ આપ આપનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશો ત્યારે આ જીતની રકમ આપે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ હેઠળ દર્શાવવાની રહેશે. ત્યાર બાદ આપે ઝણાવવાનું રહેશે કે તેના પર ટીડીએસ ચૂકવાઇ ગયો છે. ત્યાર બાદ આપ મૂળ કરપાત્ર રકમ પર આવીને ગણતરી મુજબનો ટેક્સ ચૂકવી શકો છો.

હોર્સ રાઇડિંગ જીત પર TDS
જેમ લોટરી જીતવા પર ટીડીએસ લાગે છે તેમ અહીં પણ જીતેલી રકમ પર 30 ટકા ટીડીએસ કપાય છે. તેનો અર્થ એમ થયો કે આપ હોર્સ રાઇડિંગમાં રૂપિયા 10,000 કે તેથી વધારે રકમ જીત્યા તો ટીડીએસ તરીકે રૂપિયા 3000 કપાઇ જશે અને આપના હાથમાં અંદાજે 70 ટકા રકમ આવશે. આની ગણતરી પણ લોટરીની જીતની રકમ પર કરવામાં આવે છે તેવી જ રીતે કરવામાં આવે છે.

તારણ :
ટીડીએસ લાગે ત્યારે તેમાંથી બચવાનો કોઇ માર્ગ નથી. બેંકની ફિક્સ ડિપોઝિટમાં આપ ફોર્મ 5G કે ફોર્મ 15H ભરીને આપવાથી ટીડીએસથી બચી શકો છો. અહીં એવો કોઇ વિકલ્પ નથી. આપે જ્યારે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય ત્યારે ટીડીએસ કપાઇ ચૂક્યો છે તે અવશ્ય જાણ કરવી જોઇએ.

English summary
Do you know; How much TDS have to paid on winning Lottery or Horse racing?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X