For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવજાત બાળક માટે આ છે શ્રેષ્ઠ રોકાણના ઓપ્શન

કેટલીકવાર માતા પિતા પોતાના બાળકોના ભવિષ્યને લઈ વધુ પડતા જ ચિંતિત રહે છે. પરંતુ એક નવજાત બાળકના માતા પિતા માટે કેટલાક વિકલ્પ હોય છે.

|
Google Oneindia Gujarati News

કેટલીકવાર માતા પિતા પોતાના બાળકોના ભવિષ્યને લઈ વધુ પડતા જ ચિંતિત રહે છે. પરંતુ એક નવજાત બાળકના માતા પિતા માટે કેટલાક વિકલ્પ હોય છે. જેમાં બાળકના જન્મની સાથે જ દંપતી રોકાણ કરી શકે છે. બાળકના જન્મ સાથે દંપતીની જવાબદારી વધે છે. એક તરફ બાળકના ઉછેરની જવાબદારી સાથે બીજી તરફ તેના સુરક્ષિત ભવિષ્યની ચિંતા. સમજદાર પેરેન્ટ્સ બાળકોના જન્મ સાથે જતેના ભવિષ્યને સુરક્ષિત કરવા રોકાણ શરૂ કરી દે છે. સુરક્ષિત ભવિષ્ય એટલે બાળકનું શિક્ષણ, કરિયર અને લગ્નનો ખર્ચ, જેના માટે પૈસા જમા કરવા પડે છે. અમે આ માટે લાવ્યા છીએ ટેક્સ બેનિફિટ ધરાવતા કેટલાક રોકાણના ઓપ્શન.

આ પણ વાંચો: Mutual Fund SIPના 10 ફાયદા, પૈસા થઈ જાય છે બમણા-ચાર ગણા

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

તમે તમારા બાળક માટે એક ડિસન્ટ ફંડ ભેગું કરવા માગો છો તો પીપીએફ બેસ્ટ છે. કારણ કે તેમાં રોકાણનો કાર્યકાળ 15 વર્ષ છે. તમને જણાવી દઈએ કે કેમ પીપીએફ નવજાત બાળક માટે સારો રોકાણનો ઓપ્શન છે. સૌથી પહેલું અને મહત્વનું એ છે કે દરેક વર્ષે જો તમે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરસો તો તમને ઈન્કમ ટેક્સની કલમ 80 સી અંતર્ગત લાભ થશે.

પ્રોવિડન્ટ ફંડ

પ્રોવિડન્ટ ફંડ

- પીપીએફ સગીરના નામે ખોલી શકાય છે.

- બીજી તરફ વ્યાજની આવકમાં પણ ટેક્સ બેનિફિટ મળે છે. આ બે લાભનો ફાયદો ઉઠાવી શકો છો.

- કેમ કે રોકાણની સમય મર્યાદા 15 વર્ષ છે, તો તમે એક સારુ એવું મોટું ટેક્સ ફ્રી ફંડ બનાવી શકો છો.

તેમાં હાલ વ્યાજ દર 8 ટકા છે, જે બેન્ક ડિપોઝિટ કરતા ઘણો વધુ છે. તમે નવા જન્મેલા બાળક માટે અહીં રોકાણ કરી શકો છો.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ

જણાવી દઈએ કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પણ રોકાણ માટે સારો વિકલ્પ છે. જો કે PPF રિટર્ન કરતા ઉલ્ટું અહીં ગેરંટી મળે છે. એટલે 15 કે 20 વર્ષ બાદ કેટલી રકમ મળશે તે નક્કી નથી.

તો લાંબા ગાલામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે. જો કે પાછલો ટ્રેક રેકોર્ડ ભવિષ્યનો સંકેત નથી હોતો. આજકાલ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર પણ ટેક્સ લાગે છે. જેનો મતલબ છે, હવે તમારા રિટર્ન ટેક્સને કારણે ઘટી જશે. સાથે જ યોગ્ય પ્રકારના ફંડ પસંદ કરવા માટે તમારે પ્રોફેશનલ લોકોની મદદ જરૂરી છે. એક વાત યાદ રાખો કે જોખમ તો હોય જ છે.

સુકન્યા સમૃદ્ધિ ખાતું

સુકન્યા સમૃદ્ધિ ખાતું

કોઈ પણ વ્યક્તિ આ ખાતામાં રોકાણ કરી શકે છે. જો કે આ ખાતું ફક્ત પુત્રીઓ માટે જ છે. જો તમારું નવજાત બાળક પુત્રી છે તો આ યોજનામાં રોકાણ કરી શકો છો. 2018-19માં સુકન્યા સમૃદ્ધિ યોજનાના વર્તમાન વ્યાજ દર 8.1 ટકા છે. જો કે આ વ્યાજ દર બદલાયા કરે છે. આ યોજનામાં પણ 2 ટેક્સ બેનિફિટ મળે છે. પહેલું એ કે તેના વ્યાજને ટેક્સમાં છૂટ અપાઈ છે અને બીજું એ કે આવકવેરાના અદનિયમમ 80C અંતર્ગત પણ ટેક્સ બેનિફિટ મળે છે.

2014-15માં બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત પીએમ મોદીએ બાળકીઓના સોનેરી ભવિષ્ય માટે લઘુ બચત યોજના શરૂ કરી છે. જેમાં વાલી પુત્રીના જન્મથી લઈને 10 વર્ષના થવા સુધી અકાઉન્ટ ખોલી શકે છે .જો કે આ 10 વર્ષ માતા પિતા નોમિની રહેશે.

આ યોજનામાં શરૂઆતમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયા જમા કરાવવા પડે છે અને વધુમાં વધુ 1.5 લાખનું રોકાણ કરી શકો છો. જો કોઈ વર્ષે તમે આ રકમ ન જમા કરાવી શકો તો 50 રૂપિયાની પેનલ્ટીના 1 હજાર રૂપિયા જમા કરાવી શકો છો. પેરેન્ટ્સ પોતાના બજેટમાંથી દર મિને 100,500 અને 2 હજાર રૂપિયાથી લઈ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકે છે. આ યોજનાની ખાસ વ્યાત એ છે કે તેમાં વ્યાજ સ્થાયી નથી પરંતુ દર વર્ષે નવા વ્યાજ દર જાહેર થાય છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ

ડેટ મ્યુચ્યુઅલ ફંડ

લાંબા ગાળામાં જોઈએ તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઉપયોગી છે. જો કે અહીં ફરીથી વળતરની ગેરંટી નથી. હકીકતમાં રિટર્ન લગભગ 6થી 9 ટકા રહી શકે છે. જો કે શાનદાર રિટર્નની કોઈ સંભાવના નથી. એટલે અપેક્ષાઓ કાબુમાં રાખો.

English summary
do you know these are the best investment options for newborn kid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X