For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રીમલાઇનરની ફ્લાઇટ્સ 17 ફેબ્રુઆરી સુધી મુલતવી

|
Google Oneindia Gujarati News

boing
નવી દિલ્હી, 27 જાન્યુઆરી : કેટલાક દિવસો પહેલા ડ્રીમલાઇનર કરીકે જાણીતા વિમાનોમાં સર્જાયેલી ખામીને પગલે જાપાન બાદ અમેરિકાએ તેની ફ્લાઇટ્સ કેન્સલ કરતા ભારતમાં પણ તેની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હવે એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે 17 ફેબ્રુઆરી સુધી ડ્રીમલાઇનરની ઉડાન મુલતવી રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે બોઈંગના 787 ડ્રીમલાઈનર વિમાનોમાં વપરાયેલી ખામીભરી લિથીયમ બેટરીઓ અંગે અમેરિકા તથા જાપાનના સત્તાવાળાઓએ હાથ ધરેલી તપાસ પૂરી થવામાં વધારે વિલંબ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. આ ધારણાને પગલે ભારતની એર ઈન્ડિયા તેનાં 6 ડ્રીમલાઈનર વિમાનોને 17 ફેબ્રુઆરી, 2013 સુધી નહીં ઉરાડવાનો નિર્ણય લીધો છે..

નોંધપાત્ર બાબત છે કે એર ઈન્ડિયાએ ડ્રીમલાઇનર વિમાનોની ઉડાન સેવા ગઈ 17 જાન્યુઆરીથી બંધ કરી દીધી છે. અમેરિકાના એવિએશન રેગ્યૂલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આપેલી સૂચનાને પગલે ભારતના રેગ્યૂલેટર ડીજીસીએને ડ્રીમલાઈનર વિમાનોને સેવામાંથી હટાવી લેવા પડ્યા છે.

એર ઈન્ડિયાનું એવું માનવું હતું કે જાન્યુઆરીના અંત સુધીમાં એ ડ્રીમલાઈનરોને ફરી સેવામાં ઉતારી શકશે, પણ હવે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અને વધુ સૂચના ન મળે ત્યાં સુધી આ મોંઘાદાટ વિમાનોની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે નહીં.

એર ઈન્ડિયાને આશા હતી કે ડ્રીમલાઈનર વિમાનોને સેવામાં સામેલ કરવાથી આવક વધશે. આ વિમાનોમાં ઈંધણની બચત કરવાની ક્ષમતા છે. આ વિમાનોને ગયા વર્ષના સપ્ટેંબરથી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારથી અત્યાર સુધી તે પ્રતિદિન રૂ. બે કરોડની આવક કરાવી આપતા હતા.

English summary
Dreamliner will be grounded till 17 February.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X