For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI માં 100 ની જગ્યાએ 75 લોકોને મળી રહી છે નોકરી

દેશની બેંકોમાં ટેક્નોલોજીના ઉપયોગમાં વધારા સાથે નોકરીઓ ઘટી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશની બેંકોમાં ટેક્નોલોજીના ઉપયોગમાં વધારા સાથે નોકરીઓ ઘટી રહી છે. બેંકોમાં ટેકનોલોજીના વધતા પ્રવેશને ધ્યાનમાં રાખીને, એસબીઆઇએ આગામી પાંચ વર્ષ સુધીમાં નિવૃત્ત થતા કર્મચારીઓની જગ્યાએ માત્ર 75% નવા કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.

state bank of india

બીજી તરફ, એક વરિષ્ઠ બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં રોજગારની સ્થિતિ સારી ન હોવાના કારણે બેંકને વિવિધ સ્થાનો માટે શ્રેષ્ઠ ઉમેદવારો મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2018 ની શરૂઆતમાં, બેંકએ નિવૃત થઇ રહેલા 12,000 લોકોની જગ્યાએ માત્ર 10,000 લોકોની ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે.

રેલવેની 90,000 પોસ્ટ પર નિમણૂંક માટે અરજી

ગયા વર્ષે રેલવેએ 90,000 પોસ્ટ પર નિમણૂંક માટે અરજી કરી હતી. તેના માટે તેને 23 કરોડ લોકોની અરજીઓ મળી હતી. વિશ્વભરમાં બેંકો તકનીકી વિકાસને ધ્યાનમાં રાખીને તેમની કાર્યશૈલીમાં બદલાવ કરી રહ્યા છે. બ્રિટનના અગ્રણી HSBC એ દેશમાં તેના નેટવર્કને અડધું કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી બાજુ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે ઓટોમેશનને જોઈને તેની 200 શાખાઓ બંધ કરી દીધી છે.

આ પણ વાંચો: 42 કરોડ SBI ખાતાધારકો ધ્યાન આપો! તમારી પાસે જરૂર રાખો આ બે ફોન નંબર

8,000 પોસ્ટ માટે 28 લાખ લોકોની અરજીઓ

તમને જણાવી દઈએ કે રેલવેની જેમ જ ભારતીય સ્ટેટ બેંકને છેલ્લા બે વર્ષમાં કલાર્કની 8000 પોસ્ટ માટે 28 લાખ લોકોની અરજી મળી. એસબીઆઇના નાયબ મેનેજિંગ ડિરેક્ટર અને કૉર્પોરેટ ડેવલપમેન્ટ ઓફિસર પ્રશાંતકુમારએ કહ્યું કે આ આપણા માટે ખૂબ જ સારું છે.

આ પણ વાંચો: ALERT: ચિપ વાળું નવું ATM કાર્ડ સલામત નથી, SBI એકાઉન્ટ ધારકોને ઇમેઇલ મોકલી રહી છે

ક્લાર્ક સ્તરે અમને સારા લોકો મળી રહ્યા છે, જેઓ ટેક્નોલૉજી અને અન્ય વસ્તુઓથી સારી રીતે પરિચિત છે. કરિયરમાં પ્રગતિ પણ ઝડપથી થઇ રહી છે, ક્લાર્કના પદે નોકરીમાં જોડાયા પછી તેમાંના મોટાભાગના અધિકારી પદે પ્રમોશન માટેની આંતરિક પરીક્ષાઓમાં સામેલ થશે.

English summary
Due To Technology Advancement SBI Recruiting 75 Percent Employees Of Retiring
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X