વર્લ્ડ બેંકે કહ્યું: આવા પીએમ હોય તો ભારતનો વિકાસ જરૂર થશે

Written By:
Subscribe to Oneindia News

એક તરફ જ્યાં ભારતની અર્થવ્યવસ્થાની મુશ્કેલીઓ વધી છે ત્યાં ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી માટે એક સારા સમાચાર આવ્યા છે. વર્લ્ડ બેંકે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે. દક્ષિણ એશિયા માટે વર્લ્ડ બેંકના વાઇસ પ્રેસિડન્ટ એનેટ્ટ ડિક્સને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટને આધાર બનાવીને ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે આ વર્ષે ભારત દુનિયાના ટોપ 10 દેશામાં જોડાયું છે જ્યાં સરળતાથી વેપાર કરી શકાય. અને આ મામલે ખુદની રેકિંગ ભારતે વધારી છે. તેમણે કહ્યું કે ભારતે અન્ય દેશો કરતા પોતાની રેન્કિંગ 30 સ્થાન ઉપર લાવી છે જે ખરેખરમાં વખાણવા લાયક વાત કહેવાય. જ્યાં અર્થવ્યવસ્થા માટે મોદી સરકારના નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોને જવાબદાર માનવામાં આવી રહ્યું છે ત્યાં જ વર્લ્ડ બેંકે પીએમ મોદીના નેતૃત્વને ખૂબ જ પસંદ કર્યું છે.

World Bank

વર્લ્ડ બેંકના વાઇસ પ્રેસિડન્ટે કહ્યું કે જો ભવિષ્યમાં પણ પીએમ મોદીની લીડરશીપ રહી અને તેમનાથી જે રીતનું કો-ઓર્ડિનેશન અમને જોવા મળ્યુ તે પ્રમાણે આશા રાખી શકાય કે ભારત આવનારા સમયમાં સારો વિકાસ કરશે. વર્લ્ડ બેંકે મંગળવારે સાંજે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ પછી નાણાં પ્રધાન અરુણ જેટલીએ પ્રેસ કોન્ફર્ન્સ કરીને ભારતનો નંબર હવે 130 માંથી 100 માં નંબર પર આવી ગયો છે તેમ જાણકારી આપી હતી. ભારતમાં વેપાર કરવાને સરળ માનવામાં આવી રહ્યું છે તેમ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વિજળી કનેક્શનને લઇને ભારત 29માં સ્થાને પહોંચ્યું છે. ભારત હવે સુવિધાની તમામ કસોટી પર એક પછી એક ખરું ઉતરી રહ્યું છે. જેટલીએ કહ્યું કે તેનાથી ટેક્સને લઇને કરવામાં આવેલા સુધારામાં સૌથી વધુ ફાયદો થયો છે

English summary
ease doing business report world bank said india improve its ranking. Read More Detail.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.