For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Economic Survey 2022: અર્થવ્યવસ્થા 'W' આકારની રિકવરી રહેશે

Economic Survey 2022: અર્થવ્યવસ્થા 'W' આકારની રિકવરી રહેશે

|
Google Oneindia Gujarati News

અંગ્રેજી આલ્ફાબેટના 'વી' આકાર અને પછી 'કે' આકાર બાદ ભારતની અર્થવ્યવસ્થા મહામારી બાદની સ્થિતિની વ્યાખ્યા કરવા માટે વધુ એક આલ્ફાબેટ તરફ ઈશારો કરી રહી છે- 'ડબલ્યૂ' આકારની રિકવરી. અથવા તો ફરી થોડું ડગમગાતું ડબલ્યૂ, કેમ કે જો પ્રધાન આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલના નિવેદન પર નજર નાખીએ તો જ્યારે જ્યારે કોરોના સંક્રમણના મામલામાં તેજી આવી છે ત્યારે ત્યારે સૂચકાંકમાં ગિરાવટ નોંધાઈ છે. જે બાદ ફરીથી એક તેજી શરૂ થાય છે.

Economic Survey 2022

ઈકોનોમીના હાલાત કેવા છે

આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. તે પહેલાં સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં અર્થવ્યવસ્થાના ફુલ રિકવરી મોડમાં પહોંચવાની વાત સામે આવી છે. પરંતુ હજી પણ ઓઈલની કિંમતોથી લઈ ફુગાવા સુધીના વૈશ્વિક પરિબળોથી આ પાટા પરથી ઉતરી શકે છે. સર્વેમાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 9.2 ટકાના ગ્રોથનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી નાણાકીય વર્ષ 2022-23માં પણ તેના 8-8.5 ટકાના મજબૂત બૈંડમાં રહેવાની ઉમ્મીદ જતાવાઈ છે. જેનો અર્થ કે ભારત નાણાકીય વર્ષ 2023માં દુનિયામાં સૌથી તેજીથી વધતુ પ્રમુખ અર્થવ્યવસ્થા થઈ શકે છે.

સ્થિતિ સુધરી રહી છે

સર્વેમાં આર્થિક ગતિવિધિઓના સ્થિર રિવાઈવલ, નિકાસમાં તેજી, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વેરામાં વધારો અને વિદેશી મુદ્રા બંડારના શાનદાર સ્તર પર પહોંચવાની વાત કહેવામાં આવી છે. સંજીવ સાન્યાલે કહ્યું કે ભારતનો ફુગાવો હજુ પણ સહન કરી શકાય તેવી મર્યાદામાં છે. પરંતુ જથ્થાબંધ ફુગાવો તાજેતરમાં જ ત્રણ દશકાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. આગળ ઓઈલની વધતી કિંમતો માત્ર ભવિષ્યની ચિંતાઓને વધારશે. આ ઉપરાંત સપ્લાઈ સાઈડના ઝાટકા જેવા કંટેનર ચાર્જમાં વધારો, ચિપની કમી અને કોમોડિટી સાઈકલ પણ વધુ આગળ વધી શકે છે.

English summary
Economic Survey 2022: The economy will have a 'W' shaped recovery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X