For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હોય છે આર્થિક સર્વે? કેમ બજેટના એક દિવસ પહેલા કરવામાં આવે છે રજૂ, જાણો આર્થિક સર્વેક્ષણ વિશે

31 જાન્યુઆરીના રોજ એટલે કે આજે મોદી સરકાર આર્થિક સર્વે રજૂ કરશે. જાણો તેના વિશે બધુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરશે. બજેટના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીના રોજ, આજે મોદી સરકાર આર્થિક સર્વે રજૂ કરશે. આજે વર્ષ 2021-22નુ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. સંસદમાં બજેટ સત્રની શરુઆત રાષ્ટ્રપતિના સંબોધન સાથે થશે ત્યારબાદ નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.

nirmala sitharaman

શું હોય છે આર્થિક સર્વે

આર્થિક સર્વે દેશના આર્થિક વિકાસના પૂરા લેખાજોખા હોય છે. આ નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક એવો વાર્ષિક દસ્તાવેજ હોય છે જેમાં અર્થવ્યવસ્થા સાથે સંબંધિત અધિકૃત અને બધા ડેટા શામેલ હોય છે. આના આધારે એ જોવામાં આવે છે કે ગયા વર્ષે દેશની અર્થ વ્યવસ્થા કેવી રહી. ગયા વર્ષે કેટલુ નુકશાન, કેટલો લાભ થયો તેની પૂરી સમીક્ષા આર્થિક સર્વેમાં થાય છે. આ આર્થિક સર્વેના આધારે એ નક્કી થાય છે કે આવનારા વર્ષમાં અર્થવ્યવસ્થા કેવી રહેશે. આર્થિક સર્વે આર્થિક સલાહકારની દેખરેખમાં તૈયાર કરવામાં આવે છે અને નાણામંત્રીની મંજૂરી બાદ રજૂ કરવામાં આવે છે.

આર્થિક પડકારોનુ પૂરુ વર્ણન

આર્થિક સર્વેમાં દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ તમામ સેક્ટર્સના મુખ્ય ટ્રેન્ડ્સ અને ગયા વર્ષ દરમિયાન તેના ફાયદા-નુકશાનની પૂરી માહિતી હોય છે. આ ઉપરાંત આમાં આર્થિક પડકારોનો સામનો કરવાની રીતો પણ રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વે દ્વારા દેશના સામાન્ય માનવી પણ દેશની અર્થવ્યવસ્થા અને તેની આર્થિક સ્થિતિને સમજી શકે છે. આ ઉપરાંત જાણકાર આર્થિક સર્વેને જોઈને અંદાજ લગાવી શકે છે કે સરકારનુ બજેટ આ વખતે કઈ રીતનુ હશે કે કયા સેક્ટર પર ફોકસ હશે. આ આર્થિક સર્વેમાં સરકાર કેશ સપ્લાઈ ટ્રેન્ડ, એગ્રીકલ્ચર, ઈન્ટસ્ટ્રીયલ પ્રોડક્શન, ડૉબ્સ, એક્સપોર્ટ, ઈમ્પોર્ટ, ફૉરન કરન્સી વગેરેની વર્તમાન સ્થિતિની માહિતી પણ આપે છે.

English summary
Economic Survey 2022: What is Economic Survey and why it is presented 1 day before Budget, All you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X