For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ બેસ્ટ CEOની યાદીમાં 8 ભારતીયોનો સમાવેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

best-ceo
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂની 100 ગ્લોબલ ચીફ એક્ઝ્યુકેટિવની લિસ્ટમાં 8 ભારતીય CEOએ સ્થાન મેળવ્યું છે. આઇટીસીના વાઇ સી દેવેશ્વર અને ઓએનજીસીના દિગવંત સીઇઓ સુબીર રાહાએ ટોપ 20માં સ્થાન મેળ્યું છે. આ યાદીમાં ભારતીય સીઇઓ સૌથી ઉપલાક્રમે છે. તે આ યાદીમાં 7મું સ્થાન ધરાવે છે.

દેવેશ્વરના નેતૃત્વમાં આઇટીસીના શેરહોલ્ડર્સને 1,574 ટકા ઇન્ડસ્ટ્રી એડજસ્ટેડ રિટર્ન આપ્યું છે. તેમના કાર્યકાળમાં કંપનીના વેલ્યુંમાં 45 અરબ ડોલરનો વધારો થયો છે. લિસ્ટમાં રાહાને 13મા સ્થાને છે. તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી સૌથી આગળ છે, જે આ યાદીમાં 28મા સ્થાને છે. લાર્સન એન્ડ ટુબ્રોના એ.એમ. નાયકને 32મું. ભેળના એ.કે. પુરીને 38મું, ભારતીય એરટેલના સુનીલ ભારતી મિત્તલને 65મું, અને નવિન જિંદલ સ્ટીલ એન્ડ પાવરના નવીન જિંદલને 87મું સ્થાન મળ્યું છે. સેલના ચેરમેન એસ.જૈન આ યાદીમાં 89મા સ્થાને છે.

ગત 17 વર્ષોમાં દુનિયાના બેસ્ટ પર્ફોમિંગ સીઇઓ એપલમા સ્ટીવ જોબ્સ રહ્યાં છે. 1997થી 2011 દરમિયાન માર્કેટ વેલ્યૂમાં 359 અરબ ડોલરનો વધારો થયો છે. શેરહોલ્ડર રિર્ટન મુજબ તેની એવરેજ કમ્પાઉંડેડ એન્યુઅલ ગ્રોથ 35 ટકા રહી છે. એમેજોન ડોટ કોમના જેફ બેસોસ લિસ્ટમાં બીજા સ્થાને રહ્યાં છે.

હાર્વડની લિસ્ટમાં ટોપ 10 લોકોની યાદીમાં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના યંગ જોંગ-યોંગ ત્રીજા સ્થાને, વેલના રોજર એગ્નેલી ચોથા સ્થાને, જિલીડ સાયન્સના જોન સી માર્ટિન 5મા સ્થાને, હ્યુડાઇ મોટર્સ કંપનીના ચુંબ મોંગ-કૂ 6 સ્થાને, આઇટીસીના દેવેશ્વર 7મા સ્થાને, સિમોન પ્રોપર્ટી ગ્રુપના ડેવિડ સિમોન 8મા સ્થાને, ઇબેના માર્ગેટ 9મા સ્થાને અને સિસ્કોન સિસ્ટમના જોન ટી ચેમ્બર્સ 10મા સ્થાને રહ્યાં છે.

આ યાદીમાં સૈથી વધારે રેકિંગ મેળવનાર મહિલા મેગ વિટમેન રહી છે. તે એચપીની સીઓઓ છે. 1998 થી 2008 દરમિયાન ઇબેના સીઇઓના રૂપમાં તેમના પ્રદર્શનના આધારે તેમને આ યાદીમાં નવમું સ્થાન મળ્યું હતું.

English summary
Eight Indian CEOs have made it to the list of 100 global chief executives, compiled by Harvard Business Review.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X