For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે નોકરી બદલતી વખતે PF ટ્રાન્સફર કરવા માથાકુટ નહિ કરવી પડે

હવે નોકરી બદલતી વખતે PF ટ્રાન્સફર કરવા માથાકુટ નહિ કરવી પડે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોઈપણ કર્મચારી નોકરી બદલતો હોય એટલે પીએફ અકાઉન્ટ ટ્રાન્સફર કરવું તેના માટે માથાનો દુઃખાવો બની જતું હોય છે, એચઆરના ફોર્મ ભરીને પહેલા જ દિવસે કર્મચારીઓને કંટાળો આવી જતો હોય તો હવે તમારા માટે રાહતના સમાચાર છે. હવે નોકરી બદલવા પર ઈપીએફઓ ખાતાધારકોએ ઈપીએફ ટ્રાન્સફર કરવા માટે અરજી નહિ કરવી પડે. નોકરી બદલવા પર પીએફના પૈસા ટ્રાન્સફર થઈ જશે. કર્મચારી ભવિષ્ટ નિધિ સંગઠન મુજબ આગલા નાણાકીય વર્ષથી આ સુવિધા મળશે.

આપમેળે ટ્રાન્સફર થઈ જશે પૈસા

આપમેળે ટ્રાન્સફર થઈ જશે પૈસા

ઈપીએફઓ ખાતાધારકોને આગલા વર્ષથી નોકરી બદલવા પર ઈપીએફ ટ્રાન્સફર કરવા માટે અરજી નહિ કરવી પડે. નોકરી બદલતાની સાથે જ તમારું પીએફ અકાઉન્ટ પણ નવા એમ્પલોયર પાસે ટ્રાન્સફર થઈ જશે. શ્રમ મંત્રાલયના એક અધિકારી મુજબ પીએફ ટ્રાન્સફરની પ્રક્રિયા આપમેળે થઈ જશે.

દર વર્ષે મળે છે આઠ લાખ અરજી

દર વર્ષે મળે છે આઠ લાખ અરજી

ઈપીએફઓને દર વર્ષે પીએફ ટ્રાન્સફરની 8 લાખ અરજી મળે છે. ઈપીએફઓ હાલના સમયમાં નોકરી બદલવા પર ઈપીએફઓ ટ્રાન્સફરની પ્રક્રિયાને સ્વયંસંચાલિત બનાવવા પર કામ કરી રહ્યું છે. શ્રમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ઈપીએફઓ પ્રાયોગિક આધાર પર નોકરી બદલવા પર એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડના ઓટોમેટિક ટ્રાન્સફર પર કામ કરી રહ્યું છે. તમામ સભ્યો માટે આ સુવિધા આગલા વર્ષથી કોઈપણ સમયે શરૂ થઈ શકે છે.

મિસ કૉલથી પીએફની જાણકારી

મિસ કૉલથી પીએફની જાણકારી

પ્રોવિડેન્ટ ફંડ કાઢવાને લઈ સરકારે નિયમો સહેલા બનાવી દીધા છે. હવે ઘરે બેઠા જ પીએફ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે માત્ર UAN નંબર ખબર હોવો જોઈએ. આ ઉપરાંત હવે મિસકોલ દ્વારા બેલેન્સ વિશે પણ જાણકારી મેળવી શકો છો. ઈપીએફઓએ જણાવ્યું કે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ કોલ કરવાનો રહેશે.

CBIના પૂર્વ અધિકારી IPS રાકેશ અસ્થાના સહિત 3 અધિકારી ટૉપ સ્કેલમાં શામેલCBIના પૂર્વ અધિકારી IPS રાકેશ અસ્થાના સહિત 3 અધિકારી ટૉપ સ્કેલમાં શામેલ

English summary
epfo no need to apply for pf transfer after changing job
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X