EPFOએ બનાવ્યો રેકોર્ડ, એક મહિનામાં વધ્યા 9 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ
રોજગાર સર્જન અંગે EPFOના નવા આંકડાઓ અનુસાર, જૂન મહિનામાં નવી ભરતી છેલ્લા 9 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં લેબર માર્કેટમાં સારી રિકવરી જોવા મળી છે. EPFO દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ રોજગાર સર્જનમાં વધારો થયો છે.
EPFમાં નવા કર્મચારીઓના સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો જૂન મહિનામાં તે 10.14 મિલિયન હતા, મે મહિનાની સરખામણીએ તેમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે અને મેની સરખામણીમાં 927702 લોકોને વધુ રોજગાર મળ્યો છે. અગાઉ સપ્ટેમ્બર 2022માં 10.15 લાખ લોકોને નોકરી મળી હતી અને આ લોકોએ EPF સબસ્ક્રાઇબ કર્યું હતું.

ઇપીએફમાં નવા સબસ્ક્રાઇબર્સની વાત કરીએ તો મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં 18-28 વર્ષની વયજૂથના યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. આ વય જૂથના નવા સબ્સ્ક્રાઇબર્સ મે મહિનામાં 67.8 ટકા હતા, જેમાં મે મહિનામાં 66.5નો વધારો થયો છે. જૂન મહિનામાં EPFમાં 18-28 વર્ષના 687823 નવા ગ્રાહકો નોંધાયા હતા જ્યારે મે મહિનામાં આ સંખ્યા 616783 હતી.
જો આપણે મહિલા સબસ્ક્રાઇબર્સની વાત કરીએ તો તેમાં પણ 27.7 ટકાનો વધારો થયો છે. જૂન મહિનામાં મહિલા ગ્રાહકોની સંખ્યામાં 281078નો વધારો થયો છે, જ્યારે મે મહિનામાં આ સંખ્યા 231187 હતી.
ટીમ લીઝ સર્વિસિસના કો-ફાઉન્ડર રિતુપર્ણા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરમાં જોવા મળેલી ભરતીમાં જે વધારો જોવા મળે છે તે આગળ પણ ચાલુ રહેશે, આગામી તહેવારોની સિઝનમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને નવી ભરતીમાં વધારો થશે.
EPFOના આ આંકડા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે મે મહિનાની સરખામણીમાં પેરોલ પર ભરતી કરાયેલા કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. મે મહિનામાં કુલ 1.38 મિલિયન નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા હતા, જ્યારે જૂન મહિનામાં આ સંખ્યા 28.9 ટકા વધીને 1.78 મિલિયન થઈ છે.
જો વિવિધ રાજ્યોના આંકડાઓની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, હરિયાણામાં સૌથી વધુ રોજગારીનું સર્જન થયું છે. આ 5 રાજ્યોમાં જ 60.40 ટકા નવા ગ્રાહકો વધ્યા છે.












Click it and Unblock the Notifications
