For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધારના દરેક ખોટા ઉપયોગ પર થશે 10-10 હજારનો દંડ, જાણો તૈયારી

પાન નંબરની જગ્યાએ હવે સરકારે આધારના ઉપયોગની ચૂટ આપી દીધી છે, પરંતુ તેની સાથે એક આકરી શરત પણ લગાવાઈ છે.

|
Google Oneindia Gujarati News

પાન નંબરની જગ્યાએ હવે સરકારે આધારના ઉપયોગની છૂટ આપી દીધી છે, પરંતુ તેની સાથે એક આકરી શરત પણ લગાવાઈ છે. જો કોઈએ આ શરત પૂરી ન કરી તો તેના પર 10 હજારની પેનલ્ટી લાગશે. સરકારે આ વખતે બજેટ પ્રસ્તાવમાં હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે પાન કાર્ડના બદલે આધાર નંબરના ઉપયોગની છૂટ આપી છે. હવે પાનના સ્થાને આધાર નંબરનો ઉપયોગ કરીને તમે કારથી લઈ ઘર પણ ખરીદી શકો છો. આ ઉપરાંત રોકાણ અને વિદેશ પ્રવાસ માટે પેનના બદલે આધાર નંબરનો ઉપયોગ થઈ શકે છે.

સપ્ટેમ્બરથી લાગુ થશે આ આકરો નિર્ણય

સપ્ટેમ્બરથી લાગુ થશે આ આકરો નિર્ણય

હાલ બજેટ 2019 પસાર નથી થયું, એટલે આશા છે કે આધાર નંબરના ખોટા ઉપયોગ પર 10 હજારના દંડની જોગવાઈ 1 સપ્ટેમ્બર 2019થી લાગુ તશે, ત્યાં સુધી બજેટમાં પ્રસ્તાવિત આ નિયમને કાયદા તરીકે નોટિફાય કરવામાં આવશે. આ માહિતી બે વરિષ્ઠ અધિકારીઓએ આપી છે.

દરેક વખતે 10 હજારનો દંડ

દરેક વખતે 10 હજારનો દંડ

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે આ નિયમ અંતર્ગત લોકો જેટલીવાર ખોટો આધાર નંબર આપશે, તેટલીવાર 10 હજારનો દંડ થશે. જો કે પેનલ્ટી લગાવતા પહેલા તે વ્યક્તિનો પક્ષ જાણવાનો પ્રયત્ન જરૂર કરાશે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે હાલના નિયમો 5 જુલાઈએ રજૂ થયેલા બજેટ પ્રસ્તાવ પ્રમાણે બદલાઈ જશે. જે અંતર્ગત પાન અને આધારને ઈન્ટર ચેન્જેબિલિટી તરીકે વાપરવાની પરવાનગી મળશે.

બજેટ 2019માં હતો આ પ્રસ્તાવ

બજેટ 2019માં હતો આ પ્રસ્તાવ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટ પ્રસ્તાવમાં 5 જુલાઈ 2019ના રોજ આ પ્રસ્તાવ મૂક્યો હતો. દેશમાં હાલ લગભગ 120 કરોડ લોકો પાસે આધાર નંબર છે, જ્યારે પાન નંબર માત્ર 22 કરોડ લોકો પાસે જ છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પાન અને આધારને એક સરખું સ્ટેટસ આપીને ઈન્કમટેક્સ રિટર્નમાં પણ પાનના બદલે આધાર નંબરના ઉપયોગની છૂટ આપવા પ્રસ્તાવ મૂક્યો છે.

આધારનો ઉપયોગ વધારાઈ રહ્યો છે.

આધારનો ઉપયોગ વધારાઈ રહ્યો છે.

આ બજેટ 2019ના પ્રસ્તાવ અંતર્ગત 50 હજાર રૂપિયાથી વધુની ખરીદી કે ચૂકવણી માટે હવે આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. આ પહેલા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે માત્ર પાન નંબરનો જ ઉપયોગ તઈ શક્તો હતો. જાણકારોના કહેવા પ્રમાણે ઈન્કમટેક્સ એક્ટ 272 બીમાં સંશોધન કરીને પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવશે. બાદમાં જ તે કાયદો બની શક્શે. અત્યારે જે કાયદો છે, તેમાં ઘણી ખામી છે. પરંતુ આ સુધારા બાદ હવે દરેક આધારના ખોટા ઉપયોગ પર 10 હજારની પેનલ્ટી લગાવવાની જોગવાઈ છે. મોદી સરકારનું માનવું છે કે 10 હજારની પેનલ્ટીની જોગવાઈથી લોકોમાં પાન અને આધાર નંબરનો ઉલ્લેખ કરવાની જાગૃતિ આવશે અને ટેક્સ વધારવામાં મદદ થશે.

English summary
Every wrong use of the Aadhaar will be 10 thousand penalty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X