For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પર 22.6 મિલિયન ડૉલર ખર્ચ કરી રહી છે

ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) નો પગાર જ્યાં એક ડૉલર છે, ત્યાં કંપની તેમની સુરક્ષા પર લાખો ડોલરનો ખર્ચ કરે છે.

|
Google Oneindia Gujarati News

ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) નો પગાર જ્યાં એક ડૉલર છે, ત્યાં કંપની તેમની સુરક્ષા પર લાખો ડોલરનો ખર્ચ કરે છે. ફેસબુકએ તેના સીઇઓ માર્ક ઝુકરબર્ગની સુરક્ષા માટે વર્ષ 2018 માં 22.6 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. આ પાછલા વર્ષ કરતાં બમણા છે. જણાવી દઈએ કે તે વર્ષે ઝુકરબર્ગની સુરક્ષા પર આશરે 9 મિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ ઉપરાંત ઝુકરબર્ગને કંપની વતી તેમના અંગત પ્રાઇવેટ જેટ માટે 2.6 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વાતની માહિતી શુક્રવારે ફેસબુક દ્વારા આપવામાં આવી હતી.

Mark Zuckerberg

ત્રણ વર્ષથી ઝુકરબર્ગ માત્ર એક ડૉલરનો બેઝ પગાર લે છે

કંપનીએ કહ્યું કે તે પણ તેમની સિક્યોરિટીનો એક ભાગ છે, તેથી આ રકમને પણ તેમના સુરક્ષા ખર્ચામાં ઉમેરવામાં આવી છે. મજેદાર વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ઝુકરબર્ગ માત્ર ડોલરનો પગાર લે છે.

કંપનીના ચીફ ઑપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગને વર્ષ 2018 માં 23.7 મિલિયન ડોલર મળ્યા હતા. જયારે વર્ષ 2017 માં, આ રકમ 25.2 મિલિયન ડોલર હતી. આ સિવાય, કંપની તરફથી એ પણ જાણકારી આપવામાં આવી છે કે નેટફ્લિક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રીડ હેસ્ટિંગ્સ સોશિયલ મીડિયા કંપનીના બોર્ડમાં તેમની સીટ છોડી દેશે અને ફરીથી ચૂંટણી માટે નોંધણી કરશે નહીં.

એક વર્ષમાં 60 ટકા વધારો

જાણકારી આપી દઈએ કે માર્ક ઝુકરબર્ગની સુરક્ષા ખર્ચમાં 60 ટકાનો વધારો થયો છે. કંપનીએ તેના અધિકારીઓના સુરક્ષા ખર્ચમાં વધારો કર્યો છે. કંપની કહે છે કે ફાઉન્ડર, સીઈઓ, ચેરમેન અને કંટ્રોલિંગ શેરહોલ્ડર તરીકે ઝુકરબર્ગની સુરક્ષા વધારવી જરૂરી હતી.

આ પણ વાંચો: સિંગલ લોકો માટે ફેસબુક લાવી રહ્યું છે ખાસ વિકલ્પ

English summary
Facebook Spent 22.6 Million Dollar On Zuckerberg's Security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X