For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 100 રૂપિયાથી જરા બચીને, આ રીતે કરો અસલી-નકલીની ઓળખ

નોટબંધી પછી સરકાર અને આરબીઆઇએ 2000 અને 500 રૂપિયાની નવી નોટ જારી કરી. પછી આરબીઆઇએ 200,100,50, 20 રૂપિયાની નવી નોટો જારી કરી.

|
Google Oneindia Gujarati News

નોટબંધી પછી સરકાર અને આરબીઆઇએ 2000 અને 500 રૂપિયાની નવી નોટ જારી કરી. પછી આરબીઆઇએ 200,100,50, 20 રૂપિયાની નવી નોટો જારી કરી. બજારમાં નવી નોટો આવ્યા પછી, તે નોટોની નકલી નોટો પણ આવવા લાગી છે. પરિસ્થિતિ એ છે કે બજારમાં ઘણી નકલી નોટો છે. આવા કિસ્સામાં તમારે નકલી નોટોથી બચીને રહેવાની જરૂર છે. આ નકલી નોટ જોવામાં બિલકુલ અસલી નોટ જેવી હોય છે. આવા કિસ્સામાં, અસલી-નકલી વચ્ચે ફર્ક કરવો સરળ નથી, પરંતુ કેટલીક બાબતોની કાળજી લઈને તમે નકલી નોટોથી શકો છો.

Fake currency

આ રીતે નકલી નોટોથી બચો

તમને જણાવી દઇએ કે હાલમાં સૌથી વધુ નકલી નોટ 100 રૂપિયાની છે. તેથી જ્યારે પણ તમારા હાથમાં 100 રૂપિયાની નોટ આવે, તો સાવચેત રહો અને તેને તપાસો, પછી તેને તમારા પર્સમાં મુકો. આરબીઆઇએ હાલમાં જ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ 2017-2018માં બજાર માંથી જેટલી નકલી નોટો મળી છે તેમાં સૌથી વધુ નકલી નોટો 100 રૂપિયાની રહી છે.

આ પણ વાંચો: પતિ-પત્નીએ ફ્લેટમાં જ 5 કરોડ રૂપિયાની નકલી નોટો છાપી

આ છે સાચી 100 રૂપિયાની નોટની ઓળખ

આરબીઆઈએ 100 રૂપિયાની અસલી અને નકલી નોટ કેવી રીતે ઓળખવી , તેના વિશે ઘણી વખત જાણકારી આપી છે. સાચી100 રૂપિયાની નોટની ઓળખ...

-100 રૂપિયાની નોટની બંને બાજુએ દેવનાગરીમાં 100 લખેલું છે.

-નોટની મધ્યમાં મહાત્મા ગાંધીનો ફોટો હોય છે.

-સાચી નોટમાં RBI, ભારત, INDIA અને 100 લખેલું હોય છે.

-નોટને ટર્ન કરવાથી નોટમાં લાગેલા તારનો રંગ બદલાય છે.

-નોટનો રંગ લીલા થી વાદળી થશે.

-સાચી નોટ પર 100 નું વૉટરમાર્ક પણ છે.

-100 ની નોટ પાછળ છાપકામનું વર્ષ, સૂત્ર, વિવિધ ભાષાઓમાં 100 અને અશોક સ્તંભ છાપેલો છે.

English summary
Fake currency of Rs 100 ? You can identify real notes in just 3 steps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X