For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સમાં મોટો કડાકો, રુપિયો પોતાના રેકૉર્ડ નીચલા સ્તરે પહોંચ્યો

શેર બજારમાં સતત ઘટાડાનો દોર ચાલુ છે. સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શેર બજારમાં સતત ઘટાડાનો દોર ચાલુ છે. સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા અમુક દિવસોમાં બજારમાં ભારે વેચવાળીનુ દબાણ જોવા મળી રહ્યુ છે જેના કારણે બજારમાં મોટો ઘટાડો આવ્યો છે. આજે એક વાર ફરીથી સેંસેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલતા જ લગભગ 600 પોઈન્ટ તૂટી ગયો. નિફ્ટીની વાત કરીએ તો આમાં પણ લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 200 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. નિફ્ટી આજે 16227 પોઈન્ટ પર ખુલ્યો જ્યારે 54188 પોઈન્ટ પર ખુલ્યો.

sensex down

સૌથી વધુ ઘટાડાની વાત કરીએ તો ટાટા પાવરના શેરમાં છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. વોડાફોન, એચડીએફસી બેંક, યસ બેંક, અદાણી પાવર, એક્સિસ બેંક, સેલના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. વળી, જો અલગ-અલગ સેક્ટરની વાત કરીએ તો નિફ્ટી બેંક, નિફ્ટી ઑટો, નિફ્ટી આઈટી, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં પણ એક ટકા કે તેનાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

બજારમાં ભારે ઘટાડાની અસર રુપિયા પર પણ જોવા મળી રહી છે. રુપિયો પોતાના રેકૉર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. એક ડૉલરની સરખામણીમાં 0.3 ટકાથી નીચે ઘટીને 77.1825 પર પહોંચી ગયો છે. આ પહેલા માર્ચ મહિનામાં રૂપિયો પોતાના નીચલા સ્તરે 76.9812 સુધી પહોંચ્યો હતો. વિદેશી મુદ્રાની વાત કરીએ તો આ વર્ષે 17.7 બિલિયન ડૉલરનુ રોકાણ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી પાછુ લીધુ છે. કે જે રેકૉર્ડ વેચવાળી છે. વાસ્તવમાં, હાલમાં જે રીતે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજદરોને એકદમ વધાર્યા ત્યારબાદથી બજારમાં સતત જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે.

English summary
Fall of Share market continues Rupees hits record low.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X