For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં ફિક્સ ડિપોઝિટ (FD) પર મળશે સૌથી વધુ વ્યાજ

તાજેતરમાં જ SBIએ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દર વધાર્યા છે. SBIએ વ્યાજ દરમાં 0.25 %નો વધારો કર્યો છે. હવે SBIના ગ્રાહકોને એફડી પર 6.65 ટકા વ્યાજ મળશે.

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં જ SBIએ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દર વધાર્યા છે. SBIએ વ્યાજ દરમાં 0.25 %નો વધારો કર્યો છે. હવે SBIના ગ્રાહકોને એફડી પર 6.65 ટકા વ્યાજ મળશે. કેટલીક બેન્ક અને ફાઈનાન્સ કંપનીઓ એવી પણ છે, જ્યાં ફિક્સ ડિપોઝિટ પર 9 ટકા કરતા વધુ વ્યાજ મળે છે. ચાલો જાણીએ કે જો તમે એફડીમાં રોકાણ કરો છો તો તમને કેટલું વ્યાજ મળશે ?

LIC હાઉસિંગ ફાઈનાન્સ

LIC હાઉસિંગ ફાઈનાન્સ

જો તમે LIC હાઉસિંગ ફાઈનાન્સમાં રોકાણ કરો છો, તો તમને 7.50 %નું આકર્ષક વ્યાજ મળશે. જેમાં તમે એક વર્ષથી લઈને 5 વર્ષના ગાળા સુધી રોકાણ કરી શકો છો. 1 વર્ષના રોકાણ પર આપને 7.30 ટકા સુધી વ્યાજ મળશે, તો 18 મહિનાના રોકાણ પર 7.35 ટકા, 2 વર્ષ માટે 7.40 ટકા, 3 વર્ષ માટે 7.45 ટકા અને 5 વર્ષ માટે 7.45 ટકાના દરથી વ્યાજ મળશે.

સુંદરમ્ ફાઈનાન્સ

સુંદરમ્ ફાઈનાન્સ

સુંદરમ્ ફાઈનાન્સમાં તમને વધુ આકર્ષક વ્યાજ દર મળી રહેશે. અહીં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવાથી 7.70 ટકા સુધીનું વ્યાજ મળી શકે છે. જો તમે 12 મહિનાના સમય માટે રોકાણ કરો છો તો 7.,45 ટકા વ્યાજ દર રહેશે, 18 મહિના માટે 7.45 ટકા, 24 મહિના માટે 7.70 ટકા અ 36 મહિના માટે 7.70 ટકાના દરથી વ્યાજ મળશે.

દીવાન હાઉસિંગ

દીવાન હાઉસિંગ

દીવાન હાઉસિંગની એફડીમાં રોકાણ કરવાથી 8 ટકા સુધીનું વ્યાજ મળી શકે છે. અહી તમે 12 મહિનાથી લઈને 120 મહિના સુધી એટલે કે 10 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. 12 મહિના સુધી એફડીમાં રોકાણ કરવા પર 7.70 ટકા વ્યાજ મળશે, તો 24 મહિના માટે 7.80 ટકા, 36 મહિના માટે 7.90 ટકા, 40 મહિના માટે 7.95 ટકા અને 48થી 60 મહિના માટે 8.05 ટકા, તો 120 મહિના માટે 8 ટકાથી વધુ વ્યાજ મળી શકે છે.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ

શ્રીરામ ટ્રાન્સપોર્ટ

શ્રીરામ ટ્રાન્સપોર્ટ આ કેટેગરીમાં સૌથી વધુ વ્યાજ આપી રહ્યું છે. શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં એફડીમાં રોકાણ પર વાર્ષિક 7.95 ટકા દરથી વ્યાજ મળે છે. અહીં તમે 1થી 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. 5 વર્ષના સમય સુધી એફડીમાં રોકાણ કરવા પર 7.39 ટકાના દરથી વ્યાજ મળે છે, તો 24 મહિના માટે 7.39 ટકા, 36 મહિના માટે 7.72 ટકા, 48 મહિના માટે 7.72 ટકા, અને 60 મહિના માટે 7.95 ટકાના દરથી વ્યાજ મળી શકે છે.

HDFC

HDFC

એચડીએફસી લિમિટેડમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવા પર વધુમાં વધુ 7 ટકા સુધીનું વ્યાજ મેળવી શકો છો. HDFC ફિક્સ ડિપોઝિટની સ્કીમમા આગળ પડતી બેન્ક છે, ને તેને ક્રિસિલના ટ્રિપલ એ રેટિંગ મળેલા છે. જેનો અર્થ છે કે HDFCમાં રોકાણ સુરક્ષિત છે. HDFCમાં તમે 7 દિવસથી લીને 10 વર્ષ સુધી એફડીમાં રોકાણ કરી શકો છો. 1 વર્ષના રોકાણ થી 5 વર્ષ માટે 6 ટકા અને 8થી 10 વર્ષના રોકાણ પર 6 ટકા વ્યાજ મળી શકે છે.

KTDFC

KTDFC

8.25 ના વ્યાજ દર માટે અહીં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ સારો વિકલ્પ બની શકે છે. આ કેરળ સરકારની યોજના છે, જે નાણાકીય રીતે સક્ષમ છે. સરકાર દ્વારા અહીં ડિપોઝિટની ગેરંટી મળે છે. એટલે પૈસા ડૂબવાનો ખતરો નથી. વ્યાજ દર ઓછા થાય તે પહેલા આ એક ઉત્તમ વિકલ્પ છે. 8.25 ટકાનો વ્યાજ દર જુદા જુદા સમયગાળા માટે અલગ અલગ છે.

IDFC બેન્ક

IDFC બેન્ક

જો તમે બેન્ક ડિપોઝિટ જ ઈચ્છી રહ્યા છો તો IDFC બેન્કને પસંદ કરી શકો છો. જુદા જુદા સમયગાળામાં 7.50 ટકાના વ્યાજ દરની સાથે આ એક સારો વિકલ્પ બની શખે છે. 366 દિવસની ડિપોઝિટ પર તમને આ વ્યાજદર મળે છે. તો 367થી 731 દિવસની ડિપોઝિટ પર 7.25 ટકા વ્યાજ મળે છે.

પીપીએફ

પીપીએફ

જો તમારે વધુ ટેક્સ ચૂકવવો પડે છે, તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પસંદ કરી શખો છો. પોસ્ટ ઓફિસ સ્કીમ તમને 8 ટકા વ્યાજ આપે છે, જે ટેક્સ સેવિંગ માટે સારો ઉપાય છે. કારણ કે પીપીએ પર મળતું વ્યાજ ટેક્સ ફ્રી છે. એટલું જ નહીં અહીં તમને આવકવેરા અધિનિયમ 80 સી અંતર્ગત ટેક્સમાંથી છૂટ મળશે

બજાજ ફિનસર્વ

બજાજ ફિનસર્વ

બજાજ ફિનસર્વમાં એફડી પર 8.10 ટકા વ્યાજ મળી રહે છે. જો તમે 1 કરોડ કરતા વધુ રકમનું રોકાણ કરો છો તો તમને 0.10 ટકા વ્યાજ વધુ મળે છે. સિનીયર સિટિઝન્સને 0.25 ટકા સુધી વધુ વ્યાજ મળી રહે છે. એફડીમાં રોકાણ માટે આ પણ સારો વિકલ્પ છે.

જાહેરાત

જાહેરાત

આ આર્ટિકલમાં અપાયેલી માહિતીના આધાર પર કોઈ પણ પ્રકારનું નુક્સાન થવા પર ગ્રેનિયમ ઈન્ફોર્મેશન ટેક્નોલોજઝ પ્રાઈવેટ લિટિમેડ સાથે જોડાયેલા લોકો, સંચાલકો, કે લેખક જવાબદાર નથઈ. લેકખ અને તેમના પરિવાર પાસે આ એફડી સ્કીમમાં કોઈ રોકાણ નથી.

English summary
FDs That Offer The Best Interest Rates In India If you are looking at Fixed Deposits (FDs) in a falling interest rate regime, you will have to pick and choose. Bank interest rates have dipped a great deal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X