For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણા ગુમવવાના ડરની અસર રોકાણ પર પડે છે : અભ્યાસ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 31 જુલાઇ : શેર બજારમાં જોખમ લેવાની ઇચ્છાશક્તિ ઓછી હોવાને કારણે અથવા તો ઝોખમી જગ્યાએ રોકાણ કરી નાણા ગુમાવી બેસવાના ભયને પગલે રોકાણ પર નકારાત્મક અસર પડે છે. આ તારણ અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાંથી બહાર આવ્યું છે.

યુનિવર્સિટી ઓફ મિસૌરીના આસિસ્ટન્ટ પ્રોફેસર માઇકલ ગુલ્લૈઇમેટનું કહેવું છે કે 'પરંપરાગત રીતે માનવામાં આવતું હતું કે લોકોની ખર્ચ કરવાની આદત જોખમ લેવાની ઇચ્છાશક્તિ વધારે છે. એટલે કે જેમાં વધારે વળતર મળતું હોય તેમાં રોકાણ કરવા માટે વ્યક્તિ વધારે જોખમ લેવા તૈયાર થાય છે.'

risk-profit-loss

ગુલ્લૈઇમેટે જણાવ્યું કે 'અમારો અભ્યાસ જણાવે છે કે ખર્ચની આદત અને જોખમ લેવાની ઇચ્છાશક્તિ વચ્ચે કોઇ સંબંધ નથી. તેના કરતા પણ વધારે સ્પષ્ટ સૂચક ખોટ જવાની શક્યતા અને જોખમી રોકાણ કરવા વચ્ચે સીધો સંબંધ છે.'

જોખમ લેવાની ઇચ્છાશક્તિનો અભ્યાસ માટે વર્ષ 2003થી 2010 સુધીના સમયગાળાના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ગુલ્લૈઇમેટ દ્વારા રોકાણમાં જોખમ વહોરવાની ઇચ્છાશક્તિ માટે ત્રણ મહત્વના ચાલકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જેમાં નુકસાન જવાની સંભાવના, રોકાણકારોની ખર્ચ કરવાની આદતમાં પરિવર્તન અને ગ્રાહકોના સંતોષનું પ્રમાણનો સમાવેશ થાય છે.

ગુલ્લૈઇમેટનું કહેવું છે કે આ અભ્યાસ પરથી અમને ખ્યાલ આવ્યો છે કે રોકાણમાં જોખમ લેવાની ઇચ્છાશક્તિ રોકાણમાં રહેલા લાભ કે વળતર પર નહીં પરંતુ તેમાં રહેલા નુકસાનના જોખમ પર રહેલો છે. રોકાણકાર તેમનું નુકસાન ઘટાડવાની દિશામાં વિચાર કરે છે.

આ અભ્યાસ આગામી સમયમાં આવનારા જર્નલ ફાઇનાન્શિયલ સર્વિસીસ રિવ્યુમાં પ્રકાશિત થવાનો છે.

English summary
Fear of losing money affects investment: study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X