આનંદો, સતત ત્રીજા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
આનંદો, સતત ત્રીજા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 38 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતોમાં 12 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 78.97 અને ડીઝલ 78.77 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જો કે પેટ્રોલ અને ડીઝલની કિંમત વચ્ચે પહેલા 10-10 રૂપિયાનો તફાવત હતો જે હવે ઘટીને બંનેની કિંમતો વચ્ચે માત્ર 20 પૈસાનો જ તફાવત રહ્યો છે.

નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 39 પૈસા અને ડીઝલની કિંમતમાં 12 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 81.99 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે અને ડીઝલ 75.36 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 38 પૈસાના ઘટાડા સાથે 87.46 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે અને ડીઝલ 13 પૈસાના ઘટાડા સાથે 79 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.
પાછલા કેટલાક દિવસથી જેવી રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો તેનાથી સામાન્ય નાગરિકો ભારે પરેશાન હતા. જ્યારે પાછલા દિવસોમાં સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી રહી છે, જેનાથી જનતાએ આખરે રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારે પણ પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 10 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો- શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યો












Click it and Unblock the Notifications
