For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IRSના ટેક્સ વધારવાના સૂચનને નાણા મંત્રાલયે ફગાવ્યું, અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી

IRSના ટેક્સ વધારવાના સૂચનને નાણા મંત્રાલયે ફગાવ્યું, અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટમાં દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું હોવાના પગલે આર્થિક નુકસાનની ભરપાઈ માટે સીનિયર ટેક્સ અધિકારીઓના એક ગ્રુપે સરકારે સૂચન આપ્યું હતું જેને કેન્દ્ર સરકારે ઠુકરાવી દીધું છે. ઈન્ડિયન રિજર્વ સર્વિસ (આઈઆરએસ) એસોસિએશને કેન્દ્રને સૂચન કર્યું હતું કે વિદેશી કંપનીઓ પર હાયર લેવી અને સુપર રીચ ટેક્સ લગાવવામાં આવે જેથી સરકારને કોરોના વાયરસ મહામારી સાથે લડવામમાં મદદ કરવા માટે શોર્ટ ટર્મ ઉપાયો તરીકે રોકડ રાખી શકાય. નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે સરકારે આ સૂચનનો અસ્વિકાર કર્યો છે.

દેશવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યું છે

દેશવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે 25 માર્ચથી લાગૂ કરાયેલ દેશવ્યાપી લૉકડાઉનને પગલે કેન્દ્ર સરકારને આર્થિક મોર્ચે ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે, અર્થવ્યવસ્થાની રફ્તાર બનાવી રાખવા માટે સરકાર કેટલાય મહત્વના પગલાં ઉઠાવી રહી છે. આ દિશામાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટર ટેક્સેસના ચેરમેન પીસી મોડીને 50 આઈઆરએસ અધિકારીઓએ કોવિડ 19 મહામારીના નાણાકીય વિકલ્પ અને પ્રતિક્રિયા નામના દસ્તાવેજમાં કેટલાય સૂચનો આપ્યા. જેમાં અમીરો પર ટેક્સ વધારવાનું સૂચન મુખ્ય હતું.

સૂચન આપ્યું

સૂચન આપ્યું

સૂચન પત્રમાં આઈઆરએસે સરકારને સલાહ આપી કે કોરોના વાયરસ સંકટમાં ફંડનો ઈંતેજામ કરવા માટે 40 ટકા સુધીની આવક દર વધારવા સુપર રિચ ટેક્સ લગાવવા અને 4 ટકા કોવિડ 19 રાહત સેસ લગાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું. સૂચનમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુની આવકવાળાઓ પાસેથી 30 ટકાને બદલે 40 ટકા ટેક્સ વસૂલવામાં આવે. આ ઉપરાંત 5 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ વાળાઓ પર વેલ્થ ટેક્સ લગાવવાનું પણ સૂચન કરાયું છે.

આઈઆરએસ અધિકારીઓની ક્લાસ લગાવી

આઈઆરએસ અધિકારીઓની ક્લાસ લગાવી

જો કે નાણા મંત્રાલયે આઈઆરએસના સૂચનનો અસ્વીકાર કરી દીધો છે. મંત્રાલયે આ રિપોર્ટને અપરિપક્વ ગણાવ્યું છે. નાણા મંત્રાલયના સૂત્રોએ આને કેટલાક અધિકારીઓનું બિન જવાબદારી વાળું વલણ પણ ગણાવ્યું છે. આ મામલે હવે સીબીડીટીથી લેખિત સ્પષ્ટતા માંગવા કહેવામાં આવ્યું છે. એમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે આઈઆરએસ અધિકારીઓને આવો રિપોર્ટ તૈયાર કરવા કહેવાયું પણ નહોતું અને આ તેમના અધિકાર ક્ષેત્રમાં આવતો પણ નથી.

કોરોના વાયરસનો તાંડવ યથાવત, અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1330 લોકોના મોતકોરોના વાયરસનો તાંડવ યથાવત, અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1330 લોકોના મોત

English summary
Finance Ministry rejects IRS tax hike suggestion seeks clarification from officials
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X