For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લિપકાર્ટને 3200 કરોડ રૂપિયાનું નુકશાન

ફ્લિપકાર્ટને પાછલા વર્ષ 2017-18 દરમિયાન 3200 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ આંકડો વર્ષ 2016-17 સરખામણીમાં 70 ટકા જેટલો વધારે છે.

|
Google Oneindia Gujarati News

ફ્લિપકાર્ટને પાછલા વર્ષ 2017-18 દરમિયાન 3200 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ આંકડો વર્ષ 2016-17 સરખામણીમાં 70 ટકા જેટલો વધારે છે. આ જાણકારી ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ ઈન્ટરનેટ રેગ્યુલેટરી ફાઇલિંગ ઘ્વારા મળી છે. આ બંને સંસ્થાન ભારતમાં ફ્લિપકાર્ટ બિઝનેસ સંચાલિત કરે છે.

flipkart

જયારે ઓનલાઇન રિટેલર કંપનીની હોલસેલ આર્મ ફ્લિપકાર્ટ ઇન્ડિયાનું નુકશાન 75 ટકા વધીને 2000 કરોડ રૂપિયા થઇ ચૂક્યું છે. જયારે ઓનલાઇન માર્કેટ સંચાલિત કરતી એન્ટિટી ફ્લિપકાર્ટ ઈન્ટરનેટનું નુકશાન 30 ટકા ઘટીને 1100 કરોડ રૂપિયા થઇ ચૂક્યું છે. માર્ચ 2017 પૂરું થતા વિત્તીય વર્ષમાં ફ્લિપકાર્ટ ઇન્ડિયાનું નુકશાન ઘટીને 244 કરોડ રહ્યું, જે માર્ચ 2016 પૂરું થતા વિત્તીય વર્ષમાં 545 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો: ફ્લિપકાર્ટએ શરૂ કરી ઓફર, માત્ર એક રૂપિયામાં ખરીદો કરિયાણું

જયારે પાછલા વિત્તીય વર્ષમાં નુક્શાનની મોટી વૃદ્ધિનો સીધે સીધું કારણ માર્કેટિંગ અને ડિસ્કાઉન્ટ અંગે કંપનીનું સતત આક્રમક પગલાં રહ્યા છે. ફ્લિપકાર્ટ હવે અમેરિકી રિટેલર વોલમાર્ટનો હિસ્સો બની ચુકી છે. એટલા માટે એનાલિસ્ટનું અનુમાન છે કે 2020 સુધી તેને નુકશાન થતું રહેશે કારણકે તેને એમેઝોન તરફથી સતત પડકાર મળવાની આશંકા છે. ફ્લિપકાર્ટ દુનિયાભરમાં વોલમાર્ટનો સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે.

આ પણ વાંચો: વૉલમાર્ટએ ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદવાનો સોદો પૂરો કર્યો

વર્ષ 2018 દરમિયાન ફ્લિપકાર્ટ ઇન્ડિયાનો રેવન્યુ 42 ટકા વધ્યો. આપને જણાવી દઈએ કે કંપનીનો કુલ ખર્ચ પણ વધ્યો છે. ફ્લિપકાર્ટ ઇન્ડિયાનો ખર્ચ 50 ટકા જેટલો વધી ગયો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે એમેઝોન પણ ભારતમાં રોકાણ માટે ખુબ જ આક્રમક દેખાઈ રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમેઝોનનું ભારતમાં કરવામાં આવેલું 5 અરબ ડોલરનું રોકાણ પૂરું થઇ ગયું છે.

English summary
Flipkart Losses Swell By Over Rs 3200 Crore On Amazon Rivalry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X