For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લિપકાર્ટએ શરૂ કરી ઓફર, માત્ર એક રૂપિયામાં ખરીદો કરિયાણું

ભારતમાં ઓનલાઇન ગ્રોસરીનું બજાર દિવસે દિવસે વધી રહ્યું છે. જો તમે ઈ-કૉમર્સ કંપનીઓ પાસેથી સામાન ખરીદો છો તો, તમને જણાવીએ કે તમે ખૂબ ઓછી કિંમતે સામાન ખરીદી શકો છો.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભારતમાં ઓનલાઇન ગ્રોસરીનું બજાર દિવસે દિવસે વધી રહ્યું છે. જો તમે ઈ-કૉમર્સ કંપનીઓ પાસેથી સામાન ખરીદો છો તો, તમને જણાવીએ કે તમે ખૂબ ઓછી કિંમતે સામાન ખરીદી શકો છો. એમેઝોન, બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવી કંપની પહેલેથી જ બજારમાં છે, જ્યારે દેશની સૌથી મોટી ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ પણ તેમાં જોડાઈ ગઈ છે.

વાંચો: વૉલમાર્ટએ ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદવાનો સોદો પૂરો કર્યો

હવે તમને મોબાઇલ, ટીવી વગેરે ઉપરાંત તમે ગ્રોસરીના સામાન પર વધુ ડિસ્કાઉન્ટ મેળવશો. તમને જણાવીએ કે ફ્લિપકાર્ટે પોતાનું ગ્રોસરી સ્ટોર 'સુપરમાર્ટ' લોન્ચ કરી દીધું છે. હાલમાં કંપની આ સેવા બેંગલોર અને હૈદરાબાદમાં ઉપલબ્ધ છે. જો કે દિલ્હીમાં તે ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.

હાલમાં સ્ટોર બેંગ્લોર અને હૈદરાબાદમાં

હાલમાં સ્ટોર બેંગ્લોર અને હૈદરાબાદમાં

તાજેતરમાં ફ્લિપકાર્ટે સુપરમાર્ટ નામનો પોતાનો સ્ટોર શરૂ કર્યો છે. હાલમાં આ સ્ટોર બેંગલોર અને હૈદરાબાદમાં શરૂ થયો છે. કંપની તેને થોડા દિવસોમાં દિલ્હી એનસીઆર, મુંબઈ અને કોલકાતામાં પણ શરૂ કરવા જઈ રહી છે.

1 રૂપિયામાં મળી રહ્યા છે દાળ-ચોખા

1 રૂપિયામાં મળી રહ્યા છે દાળ-ચોખા

તમને જણાવીએ કે ફ્લિપકાર્ટએ આ સ્ટોરની શરૂઆતમાં એક ઓફર શરૂ કરી છે. એક કિલો દાળ, ચોખા, ખાંડ, રીફાઇન્ડ ઓઈલ અને લોટ રૂપિયા 1 ની નજીવી કિંમત પર ઉપલબ્ધ છે. ટુડે સ્ટીલ ડીલ્સ હેઠળ ગ્રાહકોને દરરોજ ત્રણ વસ્તુઓ માત્ર એક રૂપિયામાં મળશે.

ઓછામાં ઓછા 600 રૂપિયાની ખરીદી

ઓછામાં ઓછા 600 રૂપિયાની ખરીદી

જો કે, ગ્રાહકોને આ સોદા માટે એક શરત પૂરી કરવી પડશે. આ શરત મુજબ, લોકોને ઓછામાં ઓછા રૂપિયા 600 ની ખરીદી કરવી પડશે. દૈનિક ડીલમાં વસ્તુઓ અલગ અલગ હશે, જેથી ગ્રાહકોને એક જ સામગ્રી મળશે નહીં.

બિગ બાસ્કેટએ પણ ઓફર શરૂ કરી

બિગ બાસ્કેટએ પણ ઓફર શરૂ કરી

એક બીજી ગ્રોસરી કંપની બિગ બાસ્કેટ પણ લોકોને એક રૂપિયામાં ખરીદીની ઓફર કરી રહી છે. જો કે આ માટે ઓછામાં ઓછા 2 હજાર રૂપિયાની શૅપિંગ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશનથી કરવી પડશે.

English summary
flipkart supermart todays best deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X