ઉર્જિત પટેલના રાજીનામાં બાદ હવે શક્તિકાંત દાસ બન્યા RBIના નવા ગવર્નર
શક્તિકાંત દાસ બન્યા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના નવા ગવર્નર
નવી દિલ્હીઃ ઉર્જિત પટેલના રાજીનામા બાદ સરકાર પર પેદા થયેલ દબાણની સ્થિતિ હવે નવા આરબીઆઈ ગવર્નરની નિયુક્તિની સાથે જ ખતમ થઈ ગઈ છે. ઉર્જિત પટેલે સોમવારે પોતાનો કાર્યકાળ ખતમ થતા પહેલા જ અચાનક રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે સરકાર સાથે ઉર્જિત પટેલની બબાલ વધી ગયા બાદ તેમણે અંગત કારણોનો હવાલો આપીને રાજીનામું આપી દીધું હતું.

કેન્દ્ર સરકારે ઘોષણાપત્રમાં કહ્યું કે આગામી ત્રણ વર્ષની ટર્મ માટે પૂર્વ બ્યૂરોક્રેટ શક્તિકાંત દાસ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના 25મા ગવર્નર તરીકે પદ સંભાળશે. સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું કે ત્રણ વર્ષના પિરિયડ માટે ઓપોઈન્ટમેન્ટ કમિટીએ ડિપાર્ટમેન્ટ ઑફ ઈકોનોમિક અફેર્સના પૂર્વ સેક્રેટરી અને રિટાયર્ડ IAS ઑફિસર શક્તિકાંત દાસની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.
કોણ છે શક્તિકાંત દાસ?
શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના 1980 બેચના IAS ઑફિસર છે. અત્યારે તેઓ પંદરમા ફાઈનાન્સ કમિશનના સભ્ય છે. મે 2017 સુધી તેઓ ભારત સરકારમાં એકોનોમિક અફેર્સ સેક્રેટરી તરીકે ફરજ બચાવી ચૂક્યા છે અનો નોટબંધીની જાહેરાત થઈ તે સમયે પણ તેઓ પોતાનો પદભાર સંભાળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે માર્કેટમાં કેશની ખપત આવી ત્યારે રિઝર્વ બેંકે પણ ચુપ્પી સાધી હતી અને એવા સમયે શક્તિકાંત દાસે સરકારના નિર્ણયના બચાવમાં મેદાનમાં કુદી પડ્યા હતા.
આ પણ વાંચો- છત્તીસગઢમાં લોકતંત્રનો વિજય, ભ્રષ્ટ અધિકારીઓની જમાતનો પરાજયઃ કોંગ્રેસ












Click it and Unblock the Notifications
