For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં લોકતંત્રનો વિજય, ભ્રષ્ટ અધિકારીઓની જમાતનો પરાજયઃ કોંગ્રેસ

છત્તીસગઢમાં લોકતંત્રનો વિજય, ભ્રષ્ટ અધિકારીઓની જમાતનો પરાજય

|
Google Oneindia Gujarati News

રાયપુરઃ છત્તીસગઢમાં કોંગ્રેસે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ દરમિયાન છત્તીસગઢ કોંગ્રેસના પ્રેસિડેન્ટ ભૂપેશ બઘેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જીતને લોકતંત્રની જીત ગણાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કરતાં બધેલે કહ્યું કે સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓની જમાત હતી અને એમની પાસે ઘણા પૈસા હતા. છત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસનું સૂખું આજે ખતમ થઈ ચૂક્યું છે. હજુ સુધી આવેલ રુઝાનમાં છત્તીસગઢમાં કોંગ્રેસને 60થી વધુ સીટ મળતી જણાઈ રહી છે.

chhattisgarh

જીત બાદ કરેલ પ્રેસ કોન્ફરન્સમાં બધેલ સાથે છત્તીસગઢ ચૂંટણી પ્રભારી પીએલ પુનિયા પણ હાજર હતા. લોકતંત્રની જીત ગણાવતા બધેલે રાહુલ ગાંધી અને રાજ્યની જનતાને વધામણી આપી છે. ચૂંટણી મેદાન જીતવાનો ઉલ્લેખ કરતા બધેલે પોતાની રણનીતિ પર કહ્યું કે એમણે દરેક બૂથ પર રણનીતિ અને કામ કર્યાં હતાં. એમણે પુનિયાને આભાર માનતા કહ્યું કે તેમણે નેતૃત્વ કરી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવવાનું કામ કર્યું છે.

કોંગ્રેસે હિંદી પટ્ટીના ત્રણ મોટા રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો ઠોક્યો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પોતાની જીત સુનિશ્ચિત માનીને ચાલી રહી હતી, પરંતુ છત્તીસગઢમાં જેવી રીતે કોંગ્રેસ પાસે કોઈ મોટો ચેહરો નથી અને ભાજપ અહીં એકવાર ફરી બાજી મારી શકે છે. પણ આ બધી ગેરસમજણ સાબિત થઈ છે.

જણાવી દઈએ કે છત્તીસગઢમાં ભૂપેશ બધેલે કોંગ્રેસની કમાન એ સમયે સંભાળી હતી, જે સમયે ઝીરમ ઘાટીમાં નક્સલી હુમલામાં કેટલાય મોટા શીર્ષ નેતાઓની હત્યા કરી નાખી હતી. આજથી ત્રણ વર્ષ પહેલા કોંગરેસ બહુ નિરાશ અને હતાશ હતી, પરંતુ જેવી રીતે પાર્ટી અને ત્યાંના કાર્યકર્તાઓએ કમબેક કર્યું તે વખાણવા લાયક છે.

આ પણ વાંચો- રાજસ્થાનઃ કોંગ્રેસની જીતના આ આંકડા જોઈને ચોંકી જશો!

English summary
This is a victory of democracy in Chhattisgarh: Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X