For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IL&FSના પૂર્વ સીએમડી રમેશ બાવાની ધરપકડ, કંપની પર છે 70000 કરોડનું દેવું

IL&FSના પૂર્વ સીએમડી રમેશ બાવાની ધરપકડ, કંપની પર છે 70000 કરોડનું દેવું

|
Google Oneindia Gujarati News

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની IL&FSના પૂર્વ એમડી અને સીઈઓ રમેશ બાવાની સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઑફિસે ધરપકડ કરી છે. સૂત્રોના હવાલેથી શનિવારે આ જાણકારી મળી છે. બાવા પર IL&FS ગ્રુપમાં હતા ત્યારે ફ્રોડ કર્યું હોવાનો આરોપ છે. રમેશ બાવાની ધરપકડ અંગે શનિવારે સવારે જાણકારી મળી છે.

ramesh bawa

IL&FSના મામલામાં બીજી ધરપકડ
એસએફઆઈઓ (SFIO)એ આ મહિનાની શરૂઆતમાં IF&FSના પૂર્વ વાઈસ ચેરમેન હરિ શંકરની મુંબઈથી ધરપકડ કરી હતી. તેઓ બાયકુલા ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે. તેમના પર અધિકારોના દુરુપયોગ કરી ખોટી નિયતથી લોન આપવાનો આરોપ છે.

IL&FS ઉપરાંત પ્રવર્તમાન નિદેશાલય (ઈડી)એ પણ આઈએલ એન્ડ એફએસ ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં અનિયમિતતાઓના આરોપો પર તપાસ કરી રહી છે. ફેબ્રુઆરીમાં ઈડીએ સમૂહની બીજી કંપનીઓ આઈએલએફએસ રેલ લિમિટેડ, આઈએફએલ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ લિમિટેડ ઉપરાંત રમેશ બાવા, હરિશ શંકર અને રવિ પાર્થસારથી વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો મામલો નોંધ્યો હતો. પાર્થસારથી આઈએલ એન્ડ એફએસના પૂર્વ ચેરમેન અને એમડી છે. ગ્રુપની કંપનીઓએ સપ્ટેમ્બર 2018માં લોન ચૂકવવામાં પહેલીવાર ડિફોલ્ટ કરવામાં આવી હતી. જે બાદ 1 ઓક્ટોબરે સરકારે કંપનીના બોર્ડનો ભંગ કરી નાખ્યો અને ઉદય કોટકની અધ્યક્ષતામાં નવું બોર્ડ બનાવ્યું. ગ્રુપ પર 70 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

આ પણ વાંચો- ઓરેન્જ એલર્ટઃ 16 અને 17 એપ્રિલે ફરી ઉઠશે ધૂળની આંધી, વરસાદની સાથે કરા પણ પડશે

English summary
Former IL&FS Managing Director Ramesh Bawa Arrested: Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X