For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIના પૂર્વ ગવર્નરઃ 2025 સુધી 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનો સવાલ જ નથી

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી. રંગરાજનનુ કહેવુ છે કે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. વધુ વાંચો તેમણે શું કહ્યુ...

|
Google Oneindia Gujarati News

આર્થિક મોરચે મોદી સરકારને ગયા સપ્તાહે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ એક રિપોર્ટ જારી કર્યો હતો જે મુજબ બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટીને 4.2 ટકા રહેવાનુ અનુમાન છે. સાથે જ નાણાંકીય વર્ષ 2019-20 માટે જીડીપીનુ અનુમાન 6.1 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધુ છે. બીજી તરફ મોદી સરકાર સતત 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચવાની વાત કરી રહી છે. આ બધા વચ્ચે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી. રંગરાજનનુ કહેવુ છે કે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી.

2025માં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનો સવાલ જ નથીઃ રંગરાજન

2025માં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનો સવાલ જ નથીઃ રંગરાજન

સી. રંગરાજને કહ્યુ કે વર્તમાન વિકાસ દરથી 2025માં 5000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનો સવાલ જ નથી. બીજા કાર્યકાળમાં પદ સંભાળ્યા બાદ તરત જ મોદી સરકારે આગામી પાંચ વર્ષોમાં અર્થવ્યવસ્થે 5 ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાનુ લક્ષ્ય રાખ્યુ છે. પરંતુ વર્તમાન આર્થિક સ્થિતિને જોતા તેને મેળવવાનુ મુશ્કેલ લાગી રહ્યુ છે. આર્થિક વિકાસ દરની ગતિ ધીમી થઈ રહી છે. નાણાંકીય વર્ષ 2016ના 8.2ના મુકાબલે નાણાંકીય વર્ષ 2019માં વિકાસદર 6.8 ટકા પર આવી ગયો છે.

અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથીઃ રંગરાજન

અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથીઃ રંગરાજન

જ્યાં પહેલા ત્રિમાસિકનો વૃદ્ધિદર છ વર્ષના સૌથી નીચા સ્તરે 5 ટકા પર પહોંચી ગયો છે ત્યાં બીજા ત્રિમાસિક માટે પૂર્વાનુમાન 4.3 ટકા છે. સી. રંગરાજને કહ્યુ કે આજે આપણી અર્થવ્યવસ્થા 2.7 ટ્રિલિયન ડૉલર છે અમે આપણે આગામી પાંચ વર્ષોમાં તેને બમણી એટલે કે 5 ટ્રિલિયન ડૉલર કરવાની વાત કરી રહ્યા છે. તેને મેળવવા માટે 9 ટકાના વાર્ષિક દરથી જીડીપી વધારવાની જરૂર છે. એવામાં 2025 સુધી 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચાડવાનો સવાલ જ નથી.

આ પણ વાંચોઃ કોર્ટમાં પ્રિયા રમાનીઃ અકબર પર યૌનશોષણનો આરોપ લગાવવા પાછળ કોઈ દ્વેષપૂર્ણ હેતુ નહોતોઆ પણ વાંચોઃ કોર્ટમાં પ્રિયા રમાનીઃ અકબર પર યૌનશોષણનો આરોપ લગાવવા પાછળ કોઈ દ્વેષપૂર્ણ હેતુ નહોતો

તમે બે વર્ષ ગુમાવી ચૂક્યા છોઃ પૂર્વ ગવર્નર

તમે બે વર્ષ ગુમાવી ચૂક્યા છોઃ પૂર્વ ગવર્નર

એક કાર્યક્રમને સંબોધિત કરી રહેલા સી. રંગરાજને કહ્યુ કે તમે બે વર્ષ ગુમાવી ચૂક્યા છો અને આ વર્ષે વિકાસ દર 6 ટકાથી નીચે રહેવાનો છે જ્યારે આવતા વર્ષે તે લગભગ સાત ટકા રહેવાનો છે. ત્યારબાદ જ અર્થવ્યવસ્થા ગતિ પકડી શકે છે. તેમણે કહ્યુ કે જો અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ તો દેશમાં પ્રતિ વ્યક્તિ આવક વર્તાન 1800 ડૉલરથી વધીને 3600 ડૉલર થઈ જશે. તેમછતાં આપણે આપણે નિમ્ન મધ્યમ આવક વર્ગવાળા દેશોની કેટેગરીમાં જ રહીશુ.

English summary
former rbi governor c rangrajan says 5 trillion dollar gdp target is simply out of question
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X