four day working week : આ દેશના લોકો હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરશે, 4 ડે વર્કિંગ વીક અમલમાં મુકાયુ

four day working week : દુનિયાભરમાં ઝડપથી વર્કિંગ કલાક અને દિવસોને લઈને ક્રાંતિકારી ફેરફાર થઈ રહ્યાં છે. ભારત સહિત ઘણા દેશોમાં 5 ડે વર્કિંગ વીક જોવા મળી રહ્યું છે.

જો કે હવે 5 ડે વર્કિંગ વીક સિસ્ટમ પણ ઝડપથી બદલાઈ રહી છે. આ ક્રમમાં જ ઘણા દેશોમાં 4 ડે વર્કિંગ વીક અમલમાં આવી રહ્યાં છે.

four day working week

​ટોક્યો મેટ્રોપોલિટન સરકાર દ્વારા ટોક્યો શહેરમાં કાર્યરત સરકારના કર્મચારીઓ માટે અપ્રિલ 2025થી ચાર દિવસના વર્કિંગ વીકની યોજના લાગુ કરી છે. આ પગલું કાર્ય-જીવન સંતુલન સુધારવા અને શહેરના ઘટતા જન્મદરને ઉકેલવા માટે અમલમાં મુકાઈ છે.

ટોક્યોમાં આ નવી નીતિ અમલમાં લાવવામાં આવી છે, જેમાં કર્મચારીઓને વધુ સમય પરિવાર સાથે વિતાવવાનો અને બાળકોની સંભાળ માટે વધુ સુવિધા મળશે. આ ઉપરાંત ટોક્યોમાં કામ કરતા માતા-પિતાને રોજ બે કલાક ઓછું કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે કાર્ય-જીવન સંતુલન માટે વધુ અનુકૂળ છે. ​

ટોક્યોની જેમ વિશ્વના અનેક દેશોએ કાર્ય-જીવન સંતુલન સુધારવા અને કર્મચારીઓની સુખાકારી માટે ચાર દિવસના કાર્ય સપ્તાહ અમલમાં મુકી છે. બેલ્જિયમમાં પણ આ પ્રકારની નીતિ અમલમાં છે, જે કર્મચારીઓને વધુ સમય પરિવાર સાથે વિતાવવાનો મોકો આપે છે. ​

આ પ્રકારની યોજનાથી કર્મચારીઓની કાર્યક્ષમતા અને સંતુલિત જીવનશૈલીમાં સુધારો આવવાની શક્યતા છે, જે સંસ્થાઓ અને દેશોની કુલ વિકાસ માટે લાભકારી સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X