For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Airtel આપી રહ્યું છે 10 જીબી ડેટા ફ્રી, આ છે લેવાની રીત

રિલાયન્સ જિયોના (Reliance Jio)આવ્યા પછી મોબાઇલ કંપનીઓમાં સ્પર્ધા વધી રહી છે. આવામાં મોબાઇલ કંપનીઓ દરરોજ નવી યોજનાઓ ઓફર કરે છે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જિયોના (Reliance Jio)આવ્યા પછી મોબાઇલ કંપનીઓમાં સ્પર્ધા વધી રહી છે. આવામાં મોબાઇલ કંપનીઓ દરરોજ નવી યોજનાઓ ઓફર કરે છે. આ કડીમાં, એરટેલે તેના ગ્રાહકોને 10 જીબી ફ્રી ડેટા આપવાની યોજના ઓફર કરી છે. આ હેઠળ એરટેલ (Airtel) ના પ્રિપેઇડ ગ્રાહકો આ ડેટાનો લાભ લઈ શકે છે. એરટેલે (Airtel) તેના વપરાશકારો માટે એરટેલ વાઇફાઇ ઝોન (Airtel Wi Fi Zone) સેવા શરૂ કરી છે. આ હેઠળ, કંપનીએ સમગ્ર દેશમાં 500 સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ વિસ્તાર તૈયાર કર્યો છે. એરટેલ પ્રિપેઇડ ગ્રાહકો અહીં આ ફ્રી ડેટાનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: Reliance Jio ના વધી રહ્યા છે ગ્રાહક, Vodafone-Airtel નો છોડી રહ્યા છે સાથ

10 GB ડેટા ફ્રી

10 GB ડેટા ફ્રી

એરટેલ (Airtel) ના જણાવ્યા અનુસાર એરટેલ વાઇફાઇ ઝોન (Airtel Wi Fi Zone) નો ઉપયોગ કરતા ગ્રાહકોને 10 જીબી ડેટા મફત આપવામાં આવશે. 10 જીબી ડેટા સમાપ્ત થયા પછી ગ્રાહકને કેટલો ડેટા મળશે, તે તેમની હાલની યોજના પર આધારિત રહેશે. કંપનીએ તેના પ્રિપેઇડ ગ્રાહકો માટે એરટેલ વાઇફાઇ ઝોન (Airtel Wi Fi Zone) સેવા શરૂ કરી છે. આશા છે કે તેને ટૂંક સમયમાં પોસ્ટપેઇડ ગ્રાહકોને પણ ઉપલબ્ધ કરાશે.

અહીં શરૂ થઈ એરટેલ વાઇફાઇ ઝોન (Airtel WiFi Zone) સેવા

અહીં શરૂ થઈ એરટેલ વાઇફાઇ ઝોન (Airtel WiFi Zone) સેવા

એરટેલએ હાલમાં દિલ્હી, કર્ણાટક, પુણે, હૈદરાબાદમાં કેટલાક સ્થળોએ તેની એરટેલ વાઇફાઇ ઝોન (Airtel Wi Fi Zone) સેવા શરૂ કરી છે. કંપનીએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ દેશના અન્ય ભાગોમાં આ સેવા શરૂ કરશે. કંપનીએ વેબસાઇટ પર તે લોકેશન્સ વિશેની માહિતી આપી છે જ્યાં એરટેલ વાઇફાઇ ઝોન સેવા (Airtel Wi Fi Zone) સેવા ઉપલબ્ધ છે.

જાહેર સ્થળોએ ઉપલબ્ધ એરટેલ વાઇફાઇ ઝોન (Airtel WiFi Zone) સેવા

જાહેર સ્થળોએ ઉપલબ્ધ એરટેલ વાઇફાઇ ઝોન (Airtel WiFi Zone) સેવા

એરટેલએ જણાવ્યું છે કે તેણે હાલમાં જાહેર સ્થળોએ જેવા કે કૉલેજ, એરપોર્ટ અને હોસ્પિટલો જેવી જગ્યાએ એરટેલ વાઇફાઇ ઝોન (Airtel WiFi Zone) સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. વાઇ-ફાઇ ઝોન સેવાનો લાભ લેવા માટે, લોકોએ માય એરટેલ એપ (My Airtel App) માં માય વાઇ-ફાઇ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. તે પછી એપ કેટલીક પવાનગીઓ માંગે છે. ત્યાં બીજો વિકલ્પ છે જ્યાં તમારે વાઇ-ફાઇ ઝોન નેટવર્ક પર સાઇન ઇન કરવું પડશે. અને પછી તમારા નંબર પર તમને એક OTP મળશે, પછી તમે એરટેલ વાઇ-ફાઇ ઝોનથી કનેક્ટ થઇ જશો.

English summary
Free data Airtel offering Airtel WiFi Zone service to users using 10 GB data free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X