Reliance Jio ના વધી રહ્યા છે ગ્રાહક, Vodafone-Airtel નો છોડી રહ્યા છે સાથ
ડિસેમ્બરમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થયો હતો, જ્યારે અન્ય અગ્રણી ટેલિકોમ ઓપરેટર્સ વોડાફોન, આઇડિયા અને ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યામાં આ સમયગાળામાં ઘટાડો નોંધાયો હતો.
ડિસેમ્બરમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થયો હતો, જ્યારે અન્ય અગ્રણી ટેલિકોમ ઓપરેટર્સ વોડાફોન, આઇડિયા અને ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યામાં આ સમયગાળામાં ઘટાડો નોંધાયો હતો. આ માહિતી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (trai) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાંથી મળી છે. ડિસેમ્બર 2018 માં, રિલાયન્સ જિયોએ કુલ 85.6 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા અને કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 28.01 કરોડ થઈ ગઈ.
ટ્રાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ડિસેમ્બર 2018 ના અંત સુધીમાં કુલ વાયરલેસ ગ્રાહકો (જીએસએમ, સીડીએમએ અને એલટીઈ) ની સંખ્યા વધીને 117.6 કરોડ થઈ હતી, જે નવેમ્બર 2018 ના અંત સુધીમાં 117.1 કરોડ હતી."
આ પણ વાંચો: Airtel યુઝર માટે સારા સમાચાર, ગ્રાહકોને મળી રહ્યા છે 1000 GB ડેટા FREE
ગ્રાહકોની સંખ્યાના સંદર્ભમાં, દેશના સૌથી મોટા ટેલિકોમ પ્રદાતા વોડાફોન આઇડિયાના ગ્રાહકોની સંખ્યામાં ડિસેમ્બર 2018 માં 23.32 લાખનો ઘટાડો નોંધાયો હતો અને કંપનીમાં ગ્રાહકોની કુલ સંખ્યા 41.87 કરોડ થઈ ગઈ છે.

એરટેલ ગ્રાહકોની કુલ સંખ્યા
આંકડાઓથી જાણવા મળે છે કે એરટેલ ગ્રાહકોની કુલ સંખ્યા ડિસેમ્બર 2018 સુધીમાં ઘટીને 34.03 કરોડ થઈ ગઈ છે, જે નવેમ્બર 2018 થી 15.01 લાખથી ઓછી છે. ક્ષેત્રના હિસાબથી ગ્રાહકોની સંખ્યા પર ટ્રાઈનું કહેવું છે કે, ડિસેમ્બર 2018 માં, ઉત્તર પૂર્વ સિવાય દેશના તમામ સેવા ક્ષેત્રોમાં વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારો થયો હતો.

ડેટા સ્પીડ બાબતમાં એરટેલ આગળ
દેશભરના 15 શહેરોમાં કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, જુલાઈ-ડિસેમ્બર 2018 દરમિયાન એરટેલ (Airtel) ની ડેટા સ્પીડ સૌથી વધુ હતી. તો બીજી બાજુ રિલાયન્સ જિયો (Reliance Jio) નેટવર્ક કવરેજની બાબતમાં સૌથી ઉપર હતું. ટેલિકોમ્યુનિકેશન્સ નેટવર્ક સંશોધન કંપની ઓક્લાએ તેના અહેવાલમાં આ જણાવ્યું હતું.

નેટવર્ક કવરેજમાં રિલાયન્સ જીયો સૌથી ઉપર
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયો (Reliance Jio) એ નેટવર્ક કવરેજના સંદર્ભમાં બધી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી છે. અહેવાલ મુજબ, જે વિસ્તારોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું તેમાં 99.3 ટકા જીયોની હાજરી રહી છે. સામાન્ય રીતે જિયોની ઉપલબ્ધતા વધુ સારી છે. વપરાશકર્તાએ 99.3 ટકા સ્થળોએ જીયોની સેવાઓ મેળવી. એરટેલનું નેટવર્ક 99.1 ટકા, વોડાફોન 99 ટકા અને આઇડિયા સેલ્યુલરનો નેટવર્ક 98.9 ટકા સ્થળો પર મેળવ્યું છે.












Click it and Unblock the Notifications
