For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાન્યુઆરીથી દિલ્હી - મુંબઇની ADF રદ થતા મુસાફરી સસ્તી થશે

|
Google Oneindia Gujarati News

delhi-airport
નવી દિલ્હી, 17 ઑક્ટોબર : આવતા વર્ષથી દિલ્હી અને મુંબઇથી હવાઇ યાત્રા કરવી સસ્તી થશે. સરકારે દિલ્હી અને મુંબઇના એરપોર્ટ પર લગાવવામાં આવી રહેલો એરપોર્ટ ડેવલપમેન્ટ ફી (એડીએફ) 1 જાન્યુઆરી, 2013થી રદ કરવાનો નિર્ણય મંગળવારે લીધો હતો.

આ નિર્ણયની સાથે જાહેર ક્ષેત્રના ભારતીય વિમાનપત્તન વિકાસ સત્તામંડળ (એએઆઇ)ને બંને સંયુક્ત સાહસોમાં વધારે ઇક્વિટી રોકવાનો નિર્ણય લીધો છે.

વર્તમાન સમયમાં દિલ્હીમાં એરપોર્ટ પર ઘરેલુ મુસાફરો પાસેથી રૂ. 200 અને વિદેશી મુસાફરો પાસેથી રૂ. 1300 એડીએફ વસૂલ કરવામાં આવે છે. જ્યારે મુંબઇમાં ઘરેલુ મુસાફરો પાસેથી રૂપિયા 100 અને વિદેશી મુસાફરો પાસેથી રૂ. 600 એડીએફ તરીકે લેવામાં આવે છે.

આ અંગે સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અજીત સિંહે બંને એરપોર્ટને 1 જાન્યુઆરી, 2013થી એડીએફ રદ કરવા તથા આ માટેની દરખાસ્ત એએઆઇ સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મંત્રાલયે ચેન્નાઇ અને કોલકત્તા એરપોર્ટ પર એડીએફ રદ કરી હતી.

English summary
From January no airport development fee for Delhi Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X