
Fuel Rates : ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, જાણો શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?
Fuel Rates : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. ક્રૂડ ઓઈલ 104 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, આમ છતાં સ્થાનિક તેલની કિંમતો પર કોઈ અસર જોવા મળી નથી.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારના રોજ પણ કોઈ ફેરફાર થયો નથી. ગયા વર્ષે દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, ત્યારબાદ રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેટ ચાર્જમાં ઘટાડો કર્યો હતો.

ઘણા રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર
ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર હજૂ પણ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે. કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 104.67 રૂપિયા અને 89.79 રૂપિયા છે.
ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે દિલ્હીમાં આજે ડીઝલની કિંમત 86.67 રૂપિયા અને પેટ્રોલની કિંમત 95.41 રૂપિયાપ્રતિ લીટર છે.

જાણો અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
1. ભોપાલ
- પેટ્રોલ - 107.23 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 90.87 રૂપિયા પ્રતિ લીટર
2. હૈદરાબાદ
- પેટ્રોલ - 108.20 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 94.62 રૂપિયા પ્રતિ લીટર
3. બેંગ્લોર
- પેટ્રોલ - 100.58 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 85.01 રૂપિયા પ્રતિ લીટર
4. ગુવાહાટી
- પેટ્રોલ - 94.58 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 81.29 રૂપિયા પ્રતિ લીટર
5. લખનઉ
- પેટ્રોલ - 95.28 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 86.80 રૂપિયા પ્રતિ લીટર
6. ગાંધીનગર
- પેટ્રોલ - 95.35 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 89.33 રૂપિયા પ્રતિ લીટર
7. તિરુવનંતપુરમ
- પેટ્રોલ - 106.36 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 93.47 રૂપિયા પ્રતિ લીટર
8. પોર્ટ બ્લેર
- પેટ્રોલ - 82.96 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 77.13 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.