For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates : અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલ ભાવમાં સૌથી ઝડપી 10 ટકાનો વધારો, જાણો આજના ભાવ?

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સૌથી ઝડપી 10 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. બુધવારના રોજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 105.08 પ્રતિ લીટર થયો હતો, જે 22 માર્ચના રોજ રૂપિયા 95.93ની સરખામણીએ 10 ટકા વધારે છે.

|
Google Oneindia Gujarati News

Fuel Rates : માત્ર 16 દિવસના સમયગાળામાં પેટ્રોલના ભાવે ગ્રાહકોના ખિસ્સા પર કાણું પાડ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સૌથી ઝડપી 10 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. બુધવારના રોજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 105.08 પ્રતિ લીટર થયો હતો, જે 22 માર્ચના રોજ રૂપિયા 95.93ની સરખામણીએ 10 ટકા વધારે છે.

આ જ સમયગાળામાં ડીઝલની કિંમત 89.8 રૂપિયાથી વધીને 99.43 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. મોંઘા ઇંધણને કારણે ઉદ્યોગો માટેના લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જિસ અને સામાન્ય લોકો માટે આવન-જાવન ખર્ચમાં વધારો થયો છે.

નૂર ચાર્જમાં 5 ટકા વધારો કરવો જોઈએ

નૂર ચાર્જમાં 5 ટકા વધારો કરવો જોઈએ

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન (એજીટીટીએ)ના પ્રમુખ મુકેશ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટરોના ખર્ચના ઘટકમાં ઇંધણની કિંમતઓછામાં ઓછી 50 ટકા હિસ્સો ધરાવે છે. તેથી ઇંધણના ખર્ચમાં 10 ટકાનો વધારો એનો અર્થ એ છે કે, આપણે નૂર ચાર્જમાં 5 ટકા વધારો કરવો જોઈએ, અન્યથાનફાકારકતાને અસર થઈ શકે છે.

મોટાભાગના ક્ષેત્રોમાં માલસામાનની અવરજવર સામાન્ય કરતાં 25 ટકા ઓછી છે

મોટાભાગના ક્ષેત્રોમાં માલસામાનની અવરજવર સામાન્ય કરતાં 25 ટકા ઓછી છે

મુકેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં મોટાભાગના ક્ષેત્રોમાં માલસામાનની અવરજવર સામાન્ય કરતાં 25 ટકા ઓછી છે, જેના પરિણામે ટ્રાન્સપોર્ટરો ખર્ચમાંવધારો સરળતાથી કરી શકતા નથી.

એજીટીટીએના અંદાજો સૂચવે છે કે, કાચા માલના પરિવહન તેમજ તૈયાર માલની માગ ખાસ કરીને કૃષિ, રસાયણો, કાપડ અનેમશીનરી જેવા ક્ષેત્રોમાં ઘટી છે.

ગ્રાહકો પણ ઇંધણના વધતા ખર્ચની ગરમી અનુભવી રહ્યા છે. પ્રોફેશનલ ધરતી ગાંધીએ જણાવ્યું હતું કે, હું રોજ મકરબાથી શીલજ સુધી કામ કરવા માટે સફર કરું છુંઅને ઇંધણના ભાવમાં આટલો તીવ્ર વધારો મારા માસિક બજેટને અસર કરી રહ્યો છે.

વધુમાં ઇંધણના ભાવમાં વધારો ચોક્કસપણે દૂધ, શાકભાજી અને કરિયાણાસહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવને અસર કરશે, જે માસિક ખર્ચમાં વધુ વધારો કરશે.

ડીઝલની કિંમત 106.1 રૂપિયા પ્રતિ લીટરની ટોચ સુધી વધ્યો

ડીઝલની કિંમત 106.1 રૂપિયા પ્રતિ લીટરની ટોચ સુધી વધ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગત વર્ષે 15 એપ્રીલથી સતત વધી રહ્યા છે. ગયા વર્ષે 3 નવેમ્બરના રોજપેટ્રોલની કિંમત 106.65 રૂપિયા પ્રતિ લીટર હતી, જ્યારે ડીઝલની કિંમત 106.1 રૂપિયા પ્રતિ લીટરની ટોચ સુધી તૂટક તૂટક વધી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ટેક્સનેતર્કસંગત બનાવ્યા બાદ, ગત વર્ષે 4 નવેમ્બરના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા પ્રતિ લીટર તેમજ ડીઝલની કિંમત 89.9 રૂપિયા પ્રતિ લીટર હતી.

આ કિંમતો લગભગ 138 દિવસ સુધી તે સ્તર પર રહી હતી, ત્યારબાદ તેઓએ આ વર્ષે 22 માર્ચથી ફરીથી વધારો કરવાનું શરૂ કર્યું હતું. પેટ્રોલના ભાવમાં વધારાથીઉદ્યોગપતિઓને અસર થઈ છે, કારણ કે તેમનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ના વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરિવહન ચાર્જમાં વધારા ઉપરાંત,

લાઇટ ડીઝલ તેલ (LDOs) અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો જેમ કે, ઇંધણ પર આધારિત ઉદ્યોગો માટે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે.

સરકારે પેટ્રોલ અનેડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાનો સમય આવી ગયો છે, જેથી ઉત્પાદકો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે.

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

English summary
Fuel Rates : Fastest 10 per cent hike in petrol-diesel prices in Ahmedabad, know today's prices?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X